Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જૂન-ર૦રપ સુધીમાં કચરાનો ઢગલો ખતમ કરવાનું લક્ષ્ય
જામનગર તા. ૧૧: જામનગર મહાનગરપાલિકાના ગુલાબનગર વિસ્તારના ડમ્પીંગ પોઈન્ટમાંથી ગઈકાલ સુધીમાં ર૧ હજાર ટન કચરાને ઉપાડી લેવાયો છે અને પ્રોસેસ કરવામાં આવ્યો છે. જૂન સુધીમાં આ કચરાનો ઢગલો ખાલી કરી નાખવામાં આવનાર છે.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ડમ્પીંગ પોઈન્ટમાં કચરાનો ગંજ ખડકાતા વિભાપરની સીમના ખેડૂતો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં અને કચરાની દૂર-દૂર સુધી દુર્ગંધ ફેલાઈ હતી.
આખરે કચરાના પ્રોસેસીંગ કરી તેનો નિકાલ કરવાનો નિર્ણય લેવાયો હતો અને આ પછી આ ૬ કરોડ ૩૪ લાખના ખર્ચે થનારી કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગઈકાલ સુધીમાં ર૧ હજાર ટન કચરાનું પ્રોસેસીંગ કરવામાં આવ્યું છે.
આગામી જૂન માસ સુધીમાં ૧ લાખ ૩૦ હજાર ટન કચરાને પ્રોસેસ કરીને કચરાનો નિકાલ કરવામાં આવનાર છે.
આ કચરામાંથી આરડીએફ ખાતર (કમ્પોસ), પથ્થર અલગ અલગ કરવામાં આવી રહ્યું છે. બાકીના કચરાને વીજળી ઉત્પન્ન કરવાના પ્લાન્ટમાં મોકલવામાં આવી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial