Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જુની કે નવી પદ્ધતિ...?
ખંભાળિયા તા. ૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના પેન્શનરોએ આવકવેરા કપાત માટે તા. ૧૫ જાન્યુઆરી સુધીમાં બાંહેધરી પત્રો જિલ્લા તિજોરી કચેરીમાં આપવાના રહેશે.
જિલ્લા તિજોરી કચેરી દેવભૂમિ દ્વારકા તેમજ પેટા તિજોરીઓ મારફત પેન્શન મેળવતા પેન્શનરોને જણાવવામાં આવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં પેન્શનની આવક કરપાત્ર હોય તેવા પેન્શનરોએ તેમની રોકાણની વિગતો તેમજ પેન્શનમાંથી આવકવેરાની જૂની પધ્ધતિ અથવા નવી પધ્ધતિ મુજબ આવકવેરો માસિક પેન્શનમાંથી કપાત કરાવવા બાંહેધરી પત્ર ૧૫-૧-૨૦૨૫ સુધીમાં જમાં કરાવી જવાના રહેશે.
નિયત સમયમર્યાદામાં પેન્શનર દ્વારા કોઇ જાણ ન કરાતા નવી પદ્ધતિ મુજબનો વિકલ્પ પસંદ કરેલ છે તેમ માનીને ઇન્કમટેક્ષની આકારણી કરવામાં આવશે.
તદ્ઉપરાંત રોકાણ નીલ ગણીને સરખા ભાગે પેન્શનમાંથી આવકવેરાની માસિક કપાત કરવામાં આવશે તેમ જિલ્લા તિજોરી અધિકારી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial