Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના આસામી સામે પોણા એક્વીસ લાખની છેતરપિંડીની કરાઈ ફરિયાદઃ ચકચાર

આરોપીએ પણ 'ઉઠાવી' લેવાની ધમકી આપતો કોલ કર્યાની કરી વળતી ફરિયાદઃ

જામનગર તા.૧૧ : જામનગરના એક આસામી સામે દરેડ જીઆઈડીસીમાં પિત્તળના ભંગારની લે-વેચનું કામ કરતા આસામીએ રૂ.૨૦ લાખ ઉપરાંતની રકમનો પિત્તળનો ભંગાર ખરીદી વિશ્વાસઘાત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેની સામે આરોપીએ વીડિયો કોલમાં ઘરેથી ઉપાડી લેવાની અને પૈસા ન મળે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કરી છે.

જામનગરના મેહુલનગર રોડ પર આશિષ એવન્યુ નામના એપાર્ટમેન્ટમાં રહેતા સંજય કાળુભાઈ નંદાણીયા નામના આસામી સામે ત્રણેક દિવસ પહેલાં જામનગરના એક કારખાનેદારે પોતાના બીલમાં લખેલા પેઢીના નામ અને જીએસટી નંબર પરથી અન્ય કારખાનામાં બોગસ સહીવાળો ચેક રજૂ કરી અઢી હજાર કિલો પિત્તળનો ભંગાર મેળવી લઈ છેતરપિંડી આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.

ત્યારપછી મહારાષ્ટ્ર રાજ્યના પૂણામાં રહેતા ખુશાલ સિંગ રઘુજી ધરમસિંગ રાજપૂત નામના આસાીમએ ગઈકાલે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ દરેડ જીઆઈડીસીમાં તેઓ પ્લોટ ભાડે મેળવી તેમાં બ્રાસના ભંગારનો વ્યવસાય કરતા હતા ત્યારે ગયા સપ્ટેમ્બર મહિનાની ૩૦ તારીખે સાગર કાળુભાઈ નંદાણીયા તેઓને આવી મળ્યો હતો. આ શખ્સે મનિષ જૈન પોતાનું નામ હોવાનું જણાવી મોદી મેટલ્સના નામની પેઢીનો જીએસટી નંબર બતાવી રૂ.૨૦ લાખ ૭૬,૫૫૮ની કિંમતનો ૩૫૨૬ કિલોથી વધુનો પિત્તળનો ભંગાર મેળવી લઈ તેની રકમ ઓળવી લીધી છે. પોલીસે આ ફરિયાદ બીએનએસની કલમ ૩૧૮ (૪) હેઠળ નોંધી તપાસ શરૂ કરી છે.

તે ફરિયાદની સામે સાગર કાળુભાઈ નંદાણીયાએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ રાજસ્થાનના વતની અને આશાપુરા મેટલ્સ નામની પેઢી ચલાવતા ખુશાલસિંગ રાજપૂતે બેથી ત્રણ મહિના પહેલાં રાત્રિના સમયે સાગરને મોબાઈલ પર વોટ્સએપ કોલ કર્યાે હતો.

આ વીડિયો કોલમાં જે પૈસા બાકી છે તેનું પેમેન્ટ તાત્કાલિક કરાવ નહીં તો તને ઘરેથી ઉપાડી લેવડાવીશ અને તારે પૈસા આપવા જ પડશે તેમ કહી ખુશાલસિંગ રાજપૂતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ ફરિયાદ બીએનએસની કલમ ૩૫૧ (ર) હેઠળ નોંધી તપાસ આદરી છે.

ઉલ્લેખનીય છે કે, સાગર નંદાણીયા ત્રણેક દિવસ પહેલાં પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ખંડણી માંગતા ફોન આવતા હોવાનું જણાવવા માટે પત્રકારો સમક્ષ કોન્ફરન્સ યોજવાનો હતો તે પહેલાં તેની સામે મોદી મેટલ્સ નામના કારખાના માલિક અંતિમભાઈ મોદીએ છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં પોલીસે સાગર નંદાણીયાની ધરપકડ કરી લીધી હતી. ત્યારપછી સાગર સામે બીજી ફરિયાદ થઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh