Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદના રિવર ફ્રન્ટમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ

આ વર્ષે ૪૭ દેશના ૧૪૩ અને દેશના ૪૬૯ પતંગરસિયા જોડાયા

અમદાવાદ તા. ૧૧: અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ર૦રપ ની શરૂઆત થઈ ગઈ છે. જેમાં ૪૭ દેશના પતંગબાજો પોતાની કળા બતાવશે અને પતંગોત્સવનો આનંદ માણશે. સીએમ ભૂપેન્દ્ર પટેલને આ પતંગોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

અમદાવાદના પતંગોત્સવમાં એચએમપીવીના વાયરસના પતંગે આકર્ષણ જમાવ્યું છે. જેમાં એચએમપીવી વાયરસની જાગૃતતા દર્શાવતો પતંગ દેખાયો છે. વિવિધ વાયરસથી મા નગરદેવી રક્ષણ કરે તેવો પતંગ પણ જોવા મળ્યો છે. ગજરાત ટુરિઝમે એચએમપીવી પતંગને સ્પોન્સર કર્યો છે. ૧ર મીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજકોટ અને વડોદરા તેમજ ૧૩ મીએ સુરત, શિવરાજપુર અને ઘોરડોમાં પતંગોત્સવ યોજાયશે. ગયા વર્ષે જ્યારે પતંગ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો ત્યારે પપ દેશોના ૧પ૩, ૧ર રાજ્યોના ૬૮ અને ગુજરાતના ર૩ શહેરોના ૮૬પ પતંગબાજોએ ભાગ લીધો હતો.

આ વર્ષે તારીખ ૧૧ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-ર૦રપ નું આયોજન કરવામા આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ઉદ્ઘાટન સમારંભ ૧૧ જાન્યુઆરીના સવારે ૯ વાગ્યે અમદાવાદમાં વલ્લભસદન રિવરફ્રન્ટથી થયો છે.

અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-ર૦રપ ના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નેતાઓ હાજર રહ્યા હતાં. રાજ્યના વિવિધ જિલ્લાઓની વાત કરીએ તો ૧ર જાન્યુઆરી ર૦રપ ના સ્ટેચ્યુ ઓફ યુનિટી (એક્તાનગર), રાજકોટ તથા વડોદરામાં તેમજ ૧૩ જાન્યુઆરીના સુરત, શિવરાજપુર, ઘોરડોમાં પણ 'આંતરરાષ્ટ્રીય પતં મહોત્સવ-ર૦રપ'નું આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૪૭ દેશોમાંથી ૧૪૩ પતંગબાજો અને ભારતના અન્ય ૧૧ રાજ્યોમાંથી પર (બાવન) જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી પણ ૧ જેટલા શહેરોમાંથી ૪૧૭ જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.

ઉદ્ઘાટન પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારપછી ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદના પાઠ થશે. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડ પણ આયોજીત કરવામાં આવી છે.

આ ઉપરાંત નાઈટ કાઈટ ફાઈલિંગ, સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ, પતંગ વર્કશોપ, હેન્ડીક્રાફ્ટ સ્ટોલ, રિેશમેન્ટ સ્ટોલ પણ મુલાકાતીઓ માટે રાખવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યના વિવિધ પ્રવાસન સ્થોળ પ્રમોટ થાય છે, જેના થકી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.

દેશ-વિદેશમાંથી ગુજરાત આવતા પતંગબાજો અને અવનવા આકારોવાળી રંગબેરંગી પતંગો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું મુખ્ય આકર્ષણ હોય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh