Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદથી પાર્થિવ દેહ જામનગર લવાયા પછી અંતિમયાત્રામાં અસંખ્ય લોકો જોડાયા
જામનગર તા. ૧૧: મૂળ પોરબંદરના મહિયારી ગામના અને વર્ષોથી જામનગરમાં સ્થાયી થયેલા અગ્રણી બિલ્ડર અને લેન્ડ ડેવલોપર મેરામણભાઈ પરમારનું ગત્ રાત્રે હૃદયરોગનો હુમલો આવતા ટૂંકી સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું.
મેરામણભાઈ પરમારે જામનગરને પોતાની કર્મભૂમિ બનાવી જમીન-મકાનના વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું અને અગાથ મહેનત અને આગવી સુઝબુઝથી તેમને ધારી સફળતા મળી હતી.
હાલ પણ તેઓ વ્યવસાય માટે અમદાવાદ હતાં ત્યાં ગત્ રાત્રે તેમને હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતાં જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.
આજે બપોરે અમદાવાદથી જામનગર લાવ્યા પછી તેમની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં અસંખ્ય લોકો જોડાયા હતાં.
મેરામણભાઈ પરમાર મિલનસાર અને હસમુખા સ્વભાવના હતાં અને બહોળી મિત્ર વર્તુળ ધરાવતા હતં. આ ઉપરાંત અનેક સેવા કાર્યમાં પણ તેમનું યોગદાન હતું.
જામનગરમાં રાજ લેન્ડ ડેવલોપર્સ એન્ડ બિલ્ડરના નામથી વ્યવસાય અને શરૂસેક્શન માર્ગે એમ.પી. હાઉસમાં ઓફિસ ધરાવતા હતાં. ઉપરાંત પદમ બેન્કેટ હોલ સહિતના વ્યવસાય સાથે સંકળાયેલ હતાં.
તેઓએ આ ફાની દુનિયા છોડી છે. તેઓ પત્ની કીર્તિબેન તથા પુત્રો દેવ અને આર્મ તેમજ પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે. તેઓના નિધનથી જામનગર અને પોરબંદરમાં શોક છવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial