Advertisement
Author: નોબત સમાચાર

અભિનેતા ટીકુ તલસાણિયાને હાર્ટ એટેક

ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ ખસેડાયા હતાં:

મુંબઈ    તા. ૧૧:  બોલિવૂડ એક્ટર ટીકુ તલસાણિયાને હાર્ટ એટેક આવતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં, પરંતુ હાલમાં તબિયત સુધારા પર હોવાનું જાણવા મળે છે.

બોલિવૂડ એક્ટર ટીકુ તલસાણિયાને હાર્ટ એટેક આવ્યો છે. જેના કારણે તેઓ હોસ્પિટલમાં દાખલ છે. મળતી માહિતી મુજબ હાર્ટ એટેકના કારણે અભિનેતાને ગંભીર સ્થિતિમાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમની તબિયત અંગે હજુ સકોઈ અધિકૃત અપડેટ નથી આવ્યું, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે હાલ તેમની તબિયત સારી છે.

તેમની ઉંમર ૭૦ વર્ષની છે અને ઈન્ડસ્ટ્રીમાં સિનિયર એક્ટર છે. તેમના ફેન્સ પ્રાર્થ કરી રહ્યા છે કે તેઓ જલદી જ સાજા થઈ જાય, જો કે તેમના પરિવાર તરફથી તેમના સ્વાસ્થ્ય મુદ્દે હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

એક્ટર ટીકુ તલસાણિયાનો જન્મ ૧૯પ૪ માં થયો હતો. તેણે ૧૯૮૪ માં લોકપ્રિય શો 'યે જો હે ઝિંદગી'થી અભિનયની શરૂઆત કરી હતી. ૧૯૮૬ માં તેણે ફિલ્મ 'પ્યાર કે દો પલ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેમણે વિવિધ પ્રકારના પાત્રો ભજવ્યા છે. તેઓ તેમની કોમિક ભૂમિકાઓ માટે સૌથી વધુ જાણીતા છે. તેની કોમેડીની સ્ટાઈલ અને ટાઈમીંગ બન્ને અદ્ભુત છે, તેમજ તેમની ડાયલોગ ડિલિવરી પણ ખૂબ જ સરસ છે.

ટીકુ તલસાણિયાએ વર્ષ ૧૯૮૪ માં ટીવી શો 'યે જો હૈ ઝિંદગી'થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. બે વર્ષ પછી ૧૯૮૬ માં તેમણે 'પ્યાર કે દો પલ', 'ફરજ' અને 'અસલી નકલી' નામની ફિલ્મો કરી. એક્ટરે સહાયક ભૂમિકા ભજવીને લોકોને પડદાર ખૂબ હસાવ્યા. તેમણે 'બોલ રાધા બોલ', 'કુલી નંબર ૧', 'રાજા હિન્દુસ્તાની', 'હીરો નંબર ૧', 'બડે મિયાં છોટે મિયાં', 'વિરાસત', અને 'હંગામા ર' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh