Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા બન્યું નર્કાગાર...જવાબદાર કોણ ?

ભાજપને ૩૬માંથી ૩૦ બેઠકો પર જીતાડયું પણ...!?

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૬: ખંભાળીયા શહેરમાં પાલિકા દ્વારા ગંદકી અને કચરો ઉપાડવામાં નવી બોડી કે જેને લોકોએ ૩૬માંથી ૩૦ બેઠકો આપેલી તે બોડીની હજુ પ્રથમ સામાન્ય સભા મળી નથી ત્યાં ગંદકી અને કચરો ઉપાડવામાં તદ્દન નિષ્ફળતા અને કચરાના ઢગલા પર બેઠેલ ખંભાળીયા શહેરની દયનીય સ્થિતિ થતાં હવે ગંભીર ફરિયાદો જાગૃત નાગરિકો કરવા તૈયાર થયા છે.

નવાઈની વાત છે કે ખંભાળીયા પાલિકાની બોડી દ્વારા ખાનગી કોન્ટ્રાકટરો સામે વિવાદો તથા ગંભીર ફરિયાદો હોય, પાલિકા દ્વારા કામ કરવા તથા કચરાનો કોન્ટ્રાકટ રદ કરતા આ સ્થિતિ થઈ છે. ગંદકી શહેરમાં ગલીએ ગલીએ ફેલાતા કચરાના ઢગલા પર ખંભાળીયા ગામ નહીં પણ કચરાનો ઢગલો કહેવાય છે તથા સોશિયલ મીડિયામાં કચરાના વીડિઓ વાયરલ કરતા ફોટા રોજ વાયરલ થાય છે ત્યારે પાલિકા અધિકારીઓ હજુ ચાંચુડી ઘડાવું છું ની જેમ ટેન્ડર પ્રક્રિયા દિવસોથી કરી રહ્યા છે !!

ડોકટરો-આગેવાનો રજૂઆત કરવા પહોંચ્યા

ગંદકી અને કચરાના ઢગલાથી ત્રાસેલા શહેર તબીબો જાતે પાલિકાએ ફરિયાદ રજૂઆતો કરવા પહોંચ્યા હતા. આગેવાનો નાગરિકો દ્વારા રજૂઆતો કરવા છતાં પણ હજુ યોગ્ય થયું નથી. જિલ્લાનું વડુ મથક જ્યાં રસ્તાઓ પરથી રોજ વર્ગ-૧-૨ ના અધિકારીઓ કલેકટર, એસ.૫ી., ડી.ડી.ઓ, મામલતદાર, પ્રાંત અધિકારી નીકળતા હોય, તેવા જિલ્લાના વડા મથક અને અ વર્ગની નગરપાલિકાની આવી દશા છે. દરરોજ અનેક સ્થળે દુકાનદારો જાતે રસ્તા પરથી કચરો કાઢે છે, તો ઘર પાસે કચરો મહિલાઓ જાતે સાફ કરીને પાલિકા તંત્રને ગાળો આપે છે !!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh