Advertisement
Author: નોબત સમાચાર

શહેરમાં અનધિકૃત બાંધકામો રેગ્યુલર નહીં કરવાનાર લોકો સામે જામ્યુકો.ની લાલ આંખઃ કાનૂની કાર્યવાહી

એસઓ૫ી મુજબ નિયમિત થઈ શકે તેમ હોવા છતાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગર મહાનગરપાલિકાએ અનઅધિકૃત બાંધકામો સામે લાલ આંખ કરી છે, અને એસઓપી મુજબ નિયમિત કરવા અથવા દૂર કરવા અપીલ કરી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સરકારના અનઅધિકૃત વિકાસ નિયમિતીકરણ અધિનિયમ -૨૦૨૨ તથા સરકાર દ્વારા જાહેર કરાયેલા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસ.ઓ.પી.) મુજબ શહેરમાં આવેલા અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

મહાનગરપાલિકાના અધિકૃત વિસ્તારોમાં આવેલા તમામ બાંધકામધારકોને સૂચના આપવામાં આવે છે કે જો કોઈ રહેણાંક, વ્યાવસાયિક, હોસ્પિટલ, હોટેલ, લોજ, રેસ્ટોરન્ટ, શૈક્ષણિક સંસ્થા અથવા અન્ય કોઈ પ્રકારનું બાંધકામ વિકાસ પરવાનગી મેળવ્યા વગર અથવા મંજૂર નકશાથી વિપરીત બનાવવામાં આવ્યું હોય, તો તેવા બાંધકામોને સરકારશ્રીના નિયમો અનુસાર નિયમિત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે.

મહાનગરપાલિકાએ ચેતવણી આપી છે કે નિયમિતીકરણ માટે પાત્ર હોવા છતાં સમયમર્યાદામાં અરજી ન કરનાર અથવા નિયમોનું પાલન ન કરનાર બાંધકામો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેમાં અનઅધિકૃત બાંધકામોને દૂર કરવાની કાર્યવાહી પણ સામેલ રહેશે.

સરકારના એસ.ઓ.પી.મુજબ ૫૦ થી વધુ વ્યક્તિઓની અવરજવર અથવા ભેગા થવાની શક્યતા ધરાવતા બાંધકામો જેવા કે મોલ, શોપિંગ સેન્ટર, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, હોટેલ, હોસ્પિટલ, ગેસ્ટ હાઉસ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક હોલ તથા અન્ય જાહેર ઉપયોગના મકાનો માટે ખાસ માર્ગદર્શિકા અમલમાં છે. આવા બાંધકામોના માલિકો અને ઉપયોગકર્તાઓએ સરકાર ના નિયમો મુજબ જરૂરી દસ્તાવેજો સાથે બાંધકામ નિયમિતીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

મહાનગરપાલિકાએ નાગરિકોને અનુરોધ કર્યો છે કે તેઓ સરકાર  ના નોટિફિકેશન અને એસ.ઓ.પી. અનુસાર પોતાના બાંધકામોની સ્થિતિની તપાસ કરી સમયસર અરજી કરે. જરૂરી માહિતી અને માર્ગદર્શન માટે જામનગર મહાનગર પાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાનો સંપર્ક કરવા જણાવાયું છે.

મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે અનઅધિકૃત બાંધકામો સામેની કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે અને નિયમોનું પાલન ન કરનારાઓ સામે કાયદેસર પગલાં લેવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh