Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયામાં સોની વેપારીને ભેટી ગયો ગઠીયો

રૂ।.૪.૩૧ લાખના બે ચેઈન તડફાવી ગયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: કલ્યાણપુરના ભાટીયામાં સોનીની એક દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં ઘૂસી ગયેલા એક શખ્સે વેપારીને ચકમો આપી રૂ।.૪ લાખ ૩૧ હજારના સોનાના બે ચેઈનની ઉઠાંતરી કરી છે.

કલ્યાણપુર તાલુકાના ભાટીયામાં ચાવડા માર્કેટમાં સોનીકામની દુકાન ચલાવતા જામરાવલના વેપારી દિનેશભાઈ જેરામભાઈ સોની ગયા મંગળવારે બપોરે પોતાની દુકાને હતા ત્યારે એક ગ્રાહક મ્હોં પર કપડુ બાંધીને આવ્યો હતો.

આ શખ્સે સોનાનો ચેઈન બતાવવાનું કહેતા ૧૬ ગ્રામથી વધુ વજનનો એક અને ૧૧ ગ્રામથી વધુ વજનનો બીજો ચેઈન દિનેશભાઈને આ ગ્રાહકને બતાવ્યા પછી આ ગ્રાહકે બંને ચેઈન પસંદ કરી હિસાબ કરવાનું કહેતા રૂ।.૪ લાખ ૩૧ હજારનો હિસાબ થયો હતો. આ શખ્સે પોતાના બેંક ખાતામાં ચાર લાખ હોવાનું કહ્યું હતું.

ત્યારપછી ગ્રાહકના સ્વાંગમાં રહેલા આ શખ્સે ચાંદીની વીટી પણ બતાવવાનું કહેતા દુકાનમાં અંદર ગયેલા દિનેશભાઈ બહાર આવ્યા તે દરમિયાન આ શખ્સ નાસી ગયો હતો. આ બાબતની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh