Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાડીનાર-ભરાણામાં મત્સ્ય વિકાસ કાર્યક્રમઃ
ખંભાળીયા તા. ૨૬: ખંભાળીયા પાસેની નયારા એનર્જી કંપની દ્વારા મત્સ્ય વિકાસ કાર્યક્રમ અંતર્ગત ખંભાળીયા તાલુકાના વાડીનાર તથા ભરાણા ગામે કાર્યક્રમો યોજાયા હતા જેમાં નાના માછીમારો માટે સાધનો માટે બે કરોડની રકમની જાહેરાત કંપની દ્વારા કરવામાં આવી હતી.
નયારા એનર્જી કંપની દ્વારા વાડીનાર, ભરાણા તથા આંબલા ગામના નાના નવા માછીમારોના નામ નોંધીને તેમનો સર્વે કરીને નવા કાર્ડ બનાવવા તથા તેઓને બે કરોડની ફીશીંગ કીટ જેમાં સાયકલ, ઝારી, લાઈટવોકલ જેવા માછીમારીને ઉપયોગી સાધનો આપવા જાહેરાત કરી હતી. કંપનીના સી.આર.સી. હેડ રમેશ બોંડેલી, ભવ્યજીતસિંહ, શ્રીકાંત, અગ્રણી કિશોરસિંહ જાડેજા, સરપંચ કુલદીપસિંહ જાડેજા તથા ગામના આગેવાનો, માછીમારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial