Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિક્કામાંથી મળી આવી દેશી દારૂની ભઠ્ઠીઃ
જામનગર તા. ૨૬: જામનગરના પાર્ક કોલોની વિસ્તારમાંથી ગઈરાત્રે સ્કૂટરમાં ઈંગ્લીશ દારૂના ચાર ચપલા લઈને જતા બે શખ્સની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે સિક્કામાંથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી છે.
જામનગરના પાર્ક કોલોની વિસ્તારમાં ગઈકાલે રાત્રે સિટી બી ડિવિઝનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન ગાર્ડન પાસેથી પસાર થતા એક સ્કૂટરને રોકી લેવામાં આવ્યું હતું.
આ સ્કૂટર પર જઈ રહેલા લાલવાડી નજીકની આરોહી ગ્રીન સોસાયટીમાં રહેતા ધાર્મિક હર્ષદભાઈ સરવૈયા તથા ભોઈવાડામાં રહેતા પૃથ્વી જયંતિભાઈ વારા નામના બે શખ્સની તલાશી લેવામાં આવી હતી. આ શખ્સો પાસેથી ઈંગ્લીશ દારૂના ચાર ચપલા મળી આવ્યા હતા. પોલીસે ચપલા તથા સ્કૂટર કબજે કરી બંનેની ધરપકડ કરી છે.
જામનગર નજીકના સિક્કામાં હાઉસીંગ બોર્ડ પાસે આવેલા ભગીરથસિંહ ઈન્દુભા જાડેજા નામના શખ્સના મકાન પાછળ પોલીસે ગઈકાલે સાંજે દરોડો પાડતા આ શખ્સ દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો મળી આવ્યો હતો. ત્યાંથી આથો, તૈયાર દારૂ, ભઠ્ઠીના સાધનો કબજે કરી લેવાયા છે અને ભગીરથસિંહની ધરપકડ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial