Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્ય આરોપી વિદેશ નાસી ગયો હોવાની આશંકાઃ
ખંભાળિયા તા. ૨૬: દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળા, ડીવાયએસપી મીત રૂદલાલના માર્ગદર્શનમાં એસઓજી પીઆઈ વિક્રમસિંહ અજીતસિંહ રાણા તથા પીએસઆઈ ડી.એ. વાળા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. ત્યારે સલાયાથી યમન નશામાં ઉપયોગ થાય તેવી પ્રતિબંધિત દવાનો લાખો રૂપિયાનો જથ્થો પકડી પાડ્યો હતો. જેમાં આઠ સામે ફરિયાદ થઈ હતી તે તમામ ફરાર હોય, જિલ્લા પોલીસવડાના માર્ગદર્શનમાં વિવિધ ટીમો બનાવીને આ આરોપીઓને પકડવા પોલીસે વિવિધ ગામોમાં તપાસ શરૂ કરી છે.
આ જથ્થો મોકલ્યો તેમાં એક ખાનગી કંપની દ્વારા લાખો રૂપિયાની દવાઓ ડ્રગ્સનું લાયસન્સ ન હોય તેવાને વેચી હોય તથા આ દવામાં બીલમાં લાખોના બીલ અને જીએસટી નંબરના હોય તેનું પણ કૌભાંડ થયું હોય. જીએસટી વિભાગ પણ આ તપાસમાં જોડાય તેવી સંભાવના છે. તો છોટા હાથી જેવા વાહનમાં તે દવાનો લાખોનો જથ્થો મોકલાયો તેને ફોન પર મોબાઈલ કરીને એડ્રેસ માલ ઉતારવાનું કહેવાનું હોય તેના ફોનની ડીટેઈલ પરથી પણ પોલીસે ઉંડી તપાસ હાથ ધરી છે.
આ પ્રકરણનો મુખ્ય આરોપી મોઈન શેખ વિદેશ ચાલી ગયો હોવાનું પણ કહેવાય છે જે મુંબઈ એરપોર્ટ પરથી ગયો હોવાની સંભાવના પરથી આ અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial