Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.પ હજારનું જાહેર કરાયું હતું ઈનામઃ
જામનગર તા. ૨૬: જામનગરના ગ્રામ્ય પંથકના ર૭ વર્ષ પહેલાં નોંધાયેલા લૂંટના એક ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા રૂ।.પ હજારનું ઈનામ જાહેર થયું હતું. આ આરોપીના લાલપુર પોલીસે સગડ દબાવી તેને તેના વતનમાંથી પકડી પાડ્યો છે.
જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૧૯૯૯માં લૂંટ અંગે એક ગુન્હો નોંધાયો હતો. જેની પોલીસમાં ફરિયાદ થયા પછી શરૂ કરાયેલી તપાસમાં મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના બડીમાંડલી ગામના વાલુ માનસિંગ બીલવાવ નામના શખ્સની સંડોવણી જાહેર થઈ હતી.
ત્યારથી આ શખ્સની શોધ કરાતી હતી પરંતુ આરોપી વાલુ બીલવાવ પોલીસના સકંજાથી બચતો રહ્યો હતો. આ શખ્સ સામે રૂ।.પ હજારનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યંુ હતું. ઉપરોક્ત આરોપીના સગડ દબાવતી લાલપુર પોલીસે આરોપીને મધ્યપ્રદેશથી પકડી પાડ્યો છે. પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા જમાદાર જે.એસ. જાડેજા, એ.એલ. સરસીયા, ડી.આર. ભીંભા મધ્યપ્રદેશ દોડી ગયા હતા. ત્યાંથી આ શખ્સને દબોચી લેવાયો છે.
ઉપરોક્ત આરોપી સામે વર્ષ ૧૯૯૬ તથા ૧૯૯૭માં મોરબી તાલુકા પોલીસ મથકમાં બે ગુન્હા નોંધાયા હતા. જ્યારે ભાવનગર જિલ્લામાં એક પેટ્રોલપંપ પર લૂંટની કોશિષનો પણ ગુન્હો નોંધાયેલો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial