Advertisement
Author: નોબત સમાચાર

નાગેશ્વર જયોર્તિર્લિંગ મંદિરના ટ્રસ્ટીઓ સામે વધુ એક વખત પીએમઓમાં રજૂઆત

સ્વાગત ફરિયાદ નિવારણમાં ફરિયાદ ન સંભળાઈઃ

                                                                                                                                                                                                      

ઓખા તા. ૨૬: દ્વારકા નજીકના નાગેશ્વર જયોર્તિર્લિંગ મંદિરના ટ્રસ્ટીઓ વિરૂદ્ધ ભ્રષ્ટાચારનો આરોપ મૂકી વધુ એક વખત વડાપ્રધાન કાર્યાલયને રજૂઆત કરાઈ છે. સ્થાનિક સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારને સાંભળવામાં ન આવ્યાનું બહાર આવી રહ્યું છે.

દ્વારકા નજીક આવેલા નાગેશ્વર જયોર્તિર્લિંગ મંદિરના ટ્રસ્ટીઓ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પ્રાંત અધિકારીની તપાસમાં સરકારી જમીન પર કબજો હોવાનું ફલિત થયું હોવાનું જણાઈ આવતા આ મુદ્દાઓ સાથે વડાપ્રધાન કાર્યાલયને ઓનલાઈન રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રકરણમાં જિલ્લાકક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણમાં ફરિયાદી હાજર હોવા છતાં તેને સાંભળવામાં ન આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.

અરજદાર પરેશભારથી ગોસાઈએ ૪૦ વર્ષમાં નાગેશ્વર જયોર્તિર્લિંગ મંદિર ટ્રસ્ટીઓ દ્વારા ૭૦૦ કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો અને ટ્રસ્ટીઓ રાજકીય વગનો ઉપયોગ કરી પોતાનો બચાવ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે.

આ પ્રકરણમાં થતાં શંકાસ્પદ વિલંબને લક્ષમાં લઈને અરજદાર દ્વારા પુનઃ આ મુદ્દે પીએમઓ સુધી રજૂઆત કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh