Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગત્ રાત્રે આકર્ષક કલાત્મક તાજીયા આવ્યા પડમાં...આજે ઝુલુસ...

હઝરત ઈમામ હુશેને સત્યની સુરક્ષા માટે કરબલામાં ૭ર સાથીઓ સાથે શહીદી વ્હોરી હતી તેની સ્મૃતિમાં માતમ્...

                                                                                                                                                                                                      

હઝરત પયંગમ્બરના દોહિત્ર હઝરત ઈમામ હુશેને સત્યની રક્ષા માટે કરબલામાં ૭ર સ્વજનો સાથે શહીદી વ્હોરી લીધી હતી. તેમની સ્મૃતિમાં જામનગર શહેર સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં માતમ સાથે ભારે શોક મનાવવાની પરંપરા મુજબ જામનગરના બેડી, જવાહરનગર, રઝાનગરના મુસ્લિમ સમાજના લોકો દ્વારા કલાત્મક તાજીયાઓનું નિર્માણ કરવામાં આવે છે. મોહર્રમ નિમિત્તે ગુરૂવારે રાત્રિના તાજીયા પડમાં આવ્યા પછી ભારે શ્રદ્ધા અને આસ્થાભેર હિન્દુ-મુસ્લિમોએ (દર્શન) દિદાર કર્યા હતાં. જામનગર શહેરમાં આજે શુક્રવારની નમાઝ પછી તાજીયા ઝુલુસ સ્વરૂપે શહેરમાં નીકળશે. જામનગરના કલાત્મક તાજીયા નિહાળવા દરેક શહેરમાંથી તેમજ વિદેશથી પણ લોકો ઉમટી પડે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh