Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેંગારકા ગામ નજીક જુગારનો દરોડોઃ છની અટકઃ
જામનગર તા. ૨૬: જામજોધપુરના કડબાલ ગામમાં ગઈકાલે ખુલ્લા પ્લોટમાં જુગાર રમતા સાત શખ્સ ઝડપાયા છે. જ્યારે ધ્રોલના ખેંગારકા ગામ તરફ જવાના રસ્તા પરથી છ પત્તાપ્રેમી પકડાઈ ગયા છે. બંને સ્થળેથી રોકડ કબજે કરવામાં આવી છે.
જામજોધપુર તાલુકાના કડબાલ ગામમાં નદીકાંઠે ગઈરાત્રે ખુલ્લા પ્લોટમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી પરથી શેઠવડાળા પોલીસ સ્ટેશનના સ્ટાફે ખડબલી નદીના કાંઠે વોકળામાં દરોડો પાડ્યો હતો. ત્યાં ખુલ્લા પટમાં ટોર્ચના અજવાળે તીનપત્તી રમતા જગમાલ લખુભાઈ ડાંગર, દેવશીભાઈ કરણાભાઈ કાંબલીયા, જગદીશ પરબતભાઈ ગંભીર, વિશાલ દેવશીભાઈ વરૂ, નિલેશ જેસાભાઈ ડાંગર, જીજ્ઞેશ હરદાસભાઈ બરાઈ, મુન્નાભાઈ વજસીભાઈ બેલા નામના સાત શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ।.૧૧૦૫૦ રોકડા કબજે કર્યા છે.
ધ્રોલ તાલુકાના વિરાણી ખીજડિયા ગામથી ખેંગારકા ગામ તરફ જવાના રસ્તે ગઈકાલે સાંજે જુગારની જમાવટ થઈ હોવાની બાતમી મળતા ધ્રોલ પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી રોનપોલીસ રમતા ભાવેશ રમેશભાઈ પરમાર, ગંગારામ પુરણદાસ સોલંકી, દેવજીભાઈ ધનાભાઈ જાદવ, મોતીરામ લાલદાસ પરમાર, છોટાલાલ ભીખાભાઈ ડાંગર, લક્ષ્મીદાસ પુરણદાસ સોલંકી નામના છ શખ્સ રૂ।.૫૯૬૦ સાથે ઝડપાઈ ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial