Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અડધા ડીગ્રીના વધારા સાથે
જામનગર તા. ર૬: જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૬.પ ડીગ્રી નોંધાયું હતું તેમજ ભેજનું પ્રમાણ ૭૩ ટકાએ સ્થિર રહ્યું હતું. તાપમાન અને ભેજનું પ્રમાણ વધુ રહેતા ગઈકાલે પણ ગરમી અને બફારો યથાવત્ રહ્યો હતો.
જામનગરમાં તાપમાનમાં વધારા-ઘટાડાના દોર વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૬.પ ડીગ્રી અને લઘુતમ તાપમાન ર૮.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ કોઈ વધારા કે ઘટાડા વગર ૭ર ટકાએ સ્થિર રહ્યું હતું. તાપમાન અને ભેજનું પ્રમાણ વધુ રહેતા ગઈકાલે પણ ખાસ કરીને બપોરે ગરમી અને બફારો યથાવત્ રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
નગરમાં પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી. ઝપાટાબંધરીતે ફૂંકાતા તેજીલા વાયરાઓના કારણે ધૂળના કણ ઊડીને આંખમાં પડતા રાહદારીઓ અને ખાસ કરીને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તેમજ ગૃહિણીઓને પણ ઘરની વધારે વખત સફાઈ કરવાની ફરજ પડી હતી. ગતિમાન પવનના કારણે સાંજથી વાતાવરણમાં ઠંડક પ્રસરવા લાગતા નગરજનોએ રાહત અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial