Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર તાલુકા પંચાયતના બે સદસ્યો સામે પક્ષાંતર ધારા અન્વયે અદાલતમાં કેસ

આમ આદમી પાર્ટી દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: જામનગર જિલ્લાની લાલપુર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના સત્તાવાર નિશાન સાથે પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી વિજેતા થનાર બે સદસ્યોએ 'આપ'ના વ્હીપ અને સૂચનાનો અનાદર કરી ભાજપના મેન્ડેટ પર પ્રમુખદની ચૂંટણી લડી હતી.

આ પ્રકરણમાં આમ આદમી પાર્ટી દ્વારા જનતાના ભરોસા અને જનાદેશ સાથે ગદ્દારી કરનાર આ બન્ને સભ્યો સામે પક્ષાંતર ધારા અન્વયે કેસ દાખલ કરી તેમને તાત્કાલિક ધોરણે સભ્યપદેથી ગેરલાયક ઠેરવવા કાનૂની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ કાનૂની કાર્યવાહીના પગલે લાલપુરના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને ટૂંક સમયમાં જ તાલુકા પંચાયતમાં મોટા 'નવા-જુની'ના એંધાણ વર્તાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના કાનૂની નિષ્ણાતો દ્વારા આ કેસની મજબૂત પેરવી કરવામાં આવી રહી છે. જો આ પક્ષાંતર ધારા હેઠળનો કેસ વહેલી તકે ચલાવીને તેનો ચૂકાદો ઝડપથી લાવી દેવામાં આવે, તો કાયદાકીય રીતે આ બન્ને સદસ્યોનું સભ્યપદ રદ્ થઈ જશે. પ્રમુખ પદ માટે ફરીથી ચૂંટણી યોજવાની ફરજ પડશે. સત્તાની લાલચમાં પક્ષપલટો કરનારાઓનું પ્રમુખપદ બહું ટૂંકા ગાળાનું સાબિત થાય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા હોવાનું ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ એક નિવેદનમાં જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh