Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહોર્રમ પર્વમાં કોમી એકતાના દર્શન
સલાયા તા. ૨૬: સલાયામાં મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર મહોર્રમના દિવસો શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવે છે. મહોર્રમના આશુરાનાં દિવસે તાજીયા પડમાં લાવ્યા હતા. આ સમયે મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ-બહેનો દર્શન અર્થે પહોંચ્યા હતા. સાથે સાથે હિન્દુ ભાઈઓ દ્વારા પણ તાજીયાના દર્શન કરી અને શ્રીફળ વધારવામાં આવ્યા હતા. નવા ઘોડા પણ હિન્દુ વિસ્તારમાંથી નીકળતા હિન્દુ સમાજ વતી સલાયાના પત્રકાર અને હિન્દુ સમાજના અગ્રણી ભરતભાઈ લાલ દ્વારા પવિત્ર ઘોડાને હાર પહેરાવી પુષ્પવર્ષા કરી હતી. મુસ્લિમ ભાઈઓ બહેનોને આઈસ્ક્રીમની લ્હાણી કરી હતી. આમ, સલાયાના મહોર્રમ દરમ્યાન હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial