Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના શખ્સે છરીના બે ઘા ઝીંકી દીધાઃ
જામનગર તા. ૨૬: લાલપુરના પડાણામાં રહેતા અને રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા એક આસામીને જામનગરના અન્ય આસામીના કહેવાથી રેતીની ગાડી ઉતારી આપ્યા પછી તેના પૈસાની માગણી કરતા ગઈકાલે રાત્રે તેમના પર દિગ્જામ સર્કલ પાસે છરીથી હુમલો કરાયો હતો.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા લાલપુર તાલુકાના પડાણા ગામમાં ગરબી ચોકમાં રહેતા અને રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રદીપસિંહ બહાદુરસિંહ પરમારને થોડા દિવસ પહેલાં જામનગરના પ્રદીપસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલે એક ટ્રક રેતીની જરૂર હોવાથી રેતી પહોંચાડવાનું કહ્યંુ હતું.
બંને વચ્ચે થયેલી વાતચીત મુજબ પ્રદીપસિંહ પરમારે એક ટ્રક રેતી ઉતારી આપી હતી. જેના રૂ।.૩૦ હજાર લેવાના બાકી હતા. તે પૈસાની ગઈકાલે રાત્રે દિગ્જામ સર્કલ નજીક પ્રદીપસિંહ પરમારે ઉઘરાણી કરતા પ્રદીપસિંહ ગોહિલે પૈસા આપવાની ના પાડી ગાળો ભાંડી હતી. તેને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા પ્રદીપસિંહ ગોહિલે ઢીકાપાટુથી માર મારવા ઉપરાંત પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી પ્રદીપસિંહ પરમારને વાંસામાં બે ઘા ઝીંકી દીધા હતા અને પૈસા માંગીશ તો પતાવી દઈશ તેવી ધમકી આપી હતી. સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રદીપસિંહ પરમારે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial