Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તંત્રએ આગમચેતી માટે આપી કેટલીક સૂચનાઓઃ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેર તથા તાલુકામાં ગઈકાલે રાત્રે બાર વાગ્યે મુસ્લિમ કલાત્મક નવ જેટલા તાજિયા પડમાં ધૂમ સાથે આવ્યા હતાં, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતાં.
ખંભાળિયા શહેરમાં વિવિધ જમાતોના નવ તાજિયા નીકળે છે, જેમાં મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મક રીતે તથા શણગારીને તાજિયાને પ્રદર્શનીમાં મૂકયા હતાં, પીંજારા સાટી જમાત, સંધિ જમાત, માજોઠી જમાત, પઠાણ જમાત, કુરેશી જમાત, હૈદરી જમાત, મતવા જમાત, ચાંદાલી જમાત, મકરાણી જમાતના તાજિયા રાત્રે પડમાં આવ્યા હતાં, જ્યાં સવારે નાળિયેર વધેરવા તથા દર્શન કરવા લોકો ઉમટ્યા હતાં તથા હિન્દુ ભાઈઓ પણ નાળિયેર વધેરવા પહોંચ્યા હતાં.
તમામ નાજિયાઓ તેમના જમાતના આગેવાનો સાથે જુલુસ લેતા નીયત કરેલા રૂટમાં નગર ગેઈટ પાસે સાંજે પહોંચશે જ્યાં તાજિયા ટાઢા થઈ વિસર્જન થશે. લાઈટીંગ ડેકોરેશન સાથે તાજિયા શણગારેલા છે.
ખંભાળિયા તાલુકાના મુસ્લિમ બહુમતિના ગામો સલાયા, વાડીનાર, પીર લાખાસર, કોટા, આંબલા નાના-મોટા જેમા ગામોમાં પણ તાજિયા નીકળ્યા હતાં.
દેવભૂમિ દ્વારકા જિલ્લા અધિક નિવાસી કલેક્ટર મેહુલ દેસાઈ દ્વારા મહોર્રમની ઉજવણી સંદર્ભમાં ગઈકાલે ખાસ જાહેરનામું બહાર પાડીને ટ્રાફિકના નિયમોનું પાલન થાય તથા કાયદો વ્યવસ્થતા જળવાઈ રહે, ધાર્મિક લાગણી ના દુભાય તથા શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તે માટે નવ ફૂટથી વધારે તાજિયા બનાવવા કે પરિવહનની મનાઈ ફરમાવી છે. તાજિયામાં લોખંડના કે વીજવાહક સાધનો ના વાપરવા, દર્શાવેલ રૂટ અને સમયમર્યાદામાં જ ઉજવણી પૂર્ણ કરવી, તાજિયાના રૂટમાં પસાર થતા લોકોને પરેશાની ના થાય તે જોવું, તાજિયાની કમિટી દ્વારા કચરા પેટીમાં કચરો નિકાલ કરવો, રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી લાઉડ સ્પીકરના ઉપયોગ કરવા, તાજિયા રૂટમાં આવતા વીજવાયરોની સાથે છેડછાડ ના કરવી વિગેરે નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે તથા ઉલ્લંઘન બદલ કાયદાની કલમ મુજબ કાર્યવાહી કરવા પણ જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial