Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડોદરાની જેલમાં ધકેલી દેવામાં આવ્યોઃ
જામનગર તા. ૨૬: જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા એક શખ્સ સામે મારામારીના ચાર ગુન્હા નોંધાયા પછી તેની સામે પાસાની દરખાસ્ત તૈયાર કરાઈ હતી. તે દરખાસ્ત મંજૂર કરાતા આ શખ્સની પાસા હેઠળ અટકાયત કરી તેને વડોદરાની જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા સુભાષપરાની શેરી નં.રમાં રહેતા વિજય કેશુભાઈ વરાણીયા નામના શખ્સ સામે મારામારી અંગેના ચાર ગુન્હા પોલીસ દફતરમાં નોંધાયેલા છે.
જામનગર જિલ્લામાં અગાઉ મારામારીના ગુન્હાઓમાં સંકળાયેલા હોય તેવા શખ્સોને પાસા હેઠળ પુરવા સૂચના આપવામાં આવતા એલસીબી પીઆઈ વી.બી. ચૌધરી તથા સિટી સી ડિવિઝનના પીઆઈ એન.બી. ડાભી દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરાઈ હતી. તેને જિલ્લા મેજિસ્ટ્રેટે મંજૂર કરતા આ શખ્સને અટકાયતમાં લઈ પાસા હેઠળ વડોદરાની જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial