Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગૃહમંત્રી અમિત શાહે ઘટના સ્થળનું કર્યું નિરીક્ષણઃ ૩ આતંકવાદીઓના સ્કેચ જાહેરઃ સઘન સર્ચ ઓપરેશનઃ વિશ્વવ્યાપી ઘેરા પ્રત્યાઘાતો
શ્રીનગર તા. ૨૩ઃ ગઈકાલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ૨૮ પર્યટકોનો જીવ લેનાર ઘાતકી આતંકવાદી હુમલા સામે દેશવ્યાપી જનાક્રોશ ફાટી નીકળ્યો છે. ઠેર-ઠેર વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે. આજે આ હુમલાના વિરોધમાં કાશ્મીર સજ્જડ બંધ છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહે આજે સવારે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યુ હતુ. દિલ્હીમાં વડાપ્રધાને પણ હાઈ લેવલ બેઠક યોજી હતી. ત્રણ આતંકીઓના સ્કેચ જાહેર કરાયા છે.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ફરવા ગયેલા નિર્દોષ ૨૮ પર્યટકોની ધર્મ અને નામ પૂછી પૂછીને ગોળી મારીને હત્યા કરાઈ તે આતકંવાદી ઘાતકી ઘટના સામે દેશવ્યાપી જનાક્રોશ ફાટી નીકળ્યો છે. વિદેશ પ્રવાસ અધવચ્ચે છોડીને પરત આવેલા વડાપ્રધાને દિલ્હીમાં હાઈલેવલ મિટિંગ બોલાવી હતી. જયારે ગઈકાલથી જમ્મુ-કાશ્મીર પહોંચેલા ગૃહમંત્રી અમિતભાઈ શાહે આજે સવારે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યુ હતું.
દરમિયાન, સુરક્ષાદળોએ આતંકવાદીઓની શોધખોળ માટે ગઈ રાતથી જ મેગા ઓપરેશન હાથ ધર્યુ છે, અને આતંકવાદીઓના ત્રણ સ્કેચ પણ જાહેર કરવામાં આવ્યા છે. દેશભરમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ૨૮ પ્રવાસીઓનો જીવ લેનાર શંકાસ્પદ આતંકવાદીઓનો પ્રત્યક્ષ દર્શીઓના વર્ણનના આધારે સ્કેચ તૈયાર કરવામાં આવ્યા છે. આ આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન સાહ અને અબૂ તલહાના રૃપમાં કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રવાસીઓને વીણી વીણીને ગોળીબાર કર્યા પછી આ આતંકવાદીઓ નજીકના પહાડી જંગલમાં સંતાઈ ગયા છે. તેમને પકડવા માટે સુરક્ષાકર્મીઓ દ્વારા સઘન તલાશી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલા પહેલાં આતંકવાદીઓએ સ્થાનિક કાશ્મીરી આતંકવાદીઓ અને ઓવર ગ્રાઉન્ડ વર્કસ સાથે મળીને આ વિસ્તારની રેકી કરી હતી. તેમજ બેસરનમાં સુરક્ષાદળોની ઉપસ્થિતિ ન હોવાથી હુમલાખોરોએ બેસરન પસંદ કર્યું. તેમજ હુમલા પછી પણ બચાવ કાર્યમાં સમય લાગે.
શરૃઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકવાદીઓએ બોડીકેમ પહેર્યા હતા. હુમલાખોરોએ સમગ્ર હુમલાનો વિડીયો રેકોર્ડિંગ કર્યો. એવું બહાર આવ્યું છે કે ત્રણેય આતંકવાદીઓએ પુરૃષો અને સ્ત્રીઓને અલગ કર્યા હતા. આ પછી, લોકોને વીણી વીણીને મારવામાં આવ્યા. કેટલાક લોકોને દૂરથી ગોળી મારવામાં આવી હતી જયારે કેટલાકને નજીકથી ગોળી મારવામાં આવી હતી.
પીડીપી ચીફ મહેબુબા મુફતીએ કહ્યું છે કે, ચેમ્બર એન્ડ બાર એસોસિએશન જમ્મુએ પ્રવાસીઓ પર થયેલા ભયાનક આતંકવાદી હુમલાના વિરોધમાં આજે (૨૩ એપ્રિલ) સંપૂર્ણપૂર્ણ બંધનું આહ્વાન કર્યું છે. હું તમામ કાશ્મીરીઓને અપીલ કરૃં છું કે તેઓ પહલગામમાં થયેલા ક્રુર હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોના સન્માનમાં આ બંધનું સમર્થન કરે. આ માત્ર નકકી કરાયેલા લોકો પર હુમલો નથી. આ આપણા સૌ પર હુમલો છે. અમે દુઃખ અને આક્રોશમાં એક સાથે છીએ અને નિર્દોષ લોકોના નરસંહારની નિંદા કરવા માટે બંધનું પુરજોશમાં સમર્થન કરે છે.
જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટ બાર એસોસિએશન, જમ્મુએ પણ પીડિતો સાથે એકતામાં ૨૩ એપ્રિલના કોર્ટની કાર્યવાહી સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાત કરી છે. એક દુર્લભ એકતાના પ્રદર્શનમાં, તમામ મુખ્ય રાજકીય પક્ષો, સામાજિક સંગઠનો અને નાગરિક સમાજ જૂથોએ જમ્મુ બંધનું આહ્વાન કરવા હાથ મિલાવ્યા છે. પ્રમુખ કે. નિર્મલ કોટવાલ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જમ્મુ કાશ્મીર હાઈકોર્ટ બાર એસોસિએશન જમ્મુ આ મુશ્કેલ સમયમાં પીડિતો અને તેમના પરિવારો સાથે સંપૂર્ણ એકતામાં ઉભું છે. અમે એવા પરિવારો પ્રત્યે અમારી ઉંડી સંવેદના વ્યકત કરીએ છીએ જેમણે આ દુઃખદ ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. અમારા વિચારો અને પ્રાર્થનાઓ ઘાયલ થયેલા લોકો સાથે પણ છે. અમે તેમના ઝડપી અને સંપૂર્ણપણે સ્વસ્થ થવાની નિષ્ઠાપૂર્વક કામના કરીએ છીએ.
ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ટ્રાન્સપોર્ટ એસોસિએશનો અને વેપારીઓના સંગઠનોએ પોતાનું સંપૂર્ણ સમર્થન આપ્યું, જેના કારણે જમ્મુમાં સંપૂર્ણ બંધ રહેશે. જાહેર પરિવહન રસ્તાઓ પરથી ગાયબ રહેશે. આતંકના ગુનેગારો વિરૃદ્ધ અને શોકગ્રસ્ત પરિવારોના સમર્થનમાં એક પ્રતીકાત્મક વિરોધ તરીકે સંપૂર્ણ ચકકાજામ (સડક નાકાબંધી)ની જાહેરાત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial