Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેલવે તંત્ર દ્વારા મુસાફરોના ધસારાને પહોંચી વળવા
જામનગર તા. ર૩ઃ પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-મુંબઈ વચ્ચે સુપર ફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવનાર છે.
ઉનાળાની મોસમમાં મુસાફરી ધસારાને પહોંચી વળવા માટે રેલવે વિભાગ દ્વારા વધારાની સ્પે. ટ્રેન રાજકોટ-મુંબઈ વચ્ચે દોડાવવામાં આવશે.
ટ્રેન નંબર ૦૯૦૦૬ રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેન દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે રાજકોટથી સાંજે ૬-૩૦ કલાકે રવાના થશે ને બીજા દિવસે સવારે ૭-૩૦ કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન તા. રર-૪-ર૦રપ થી તા. ર૯-પ-ર૦રપ સુધી દોડાવાશે.
તેવી જ રીતે ૦૯૯૦પ મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ સ્પે. મુંબઈથી સોમવાર, બુધવાર અને શુક્રવારે રાત્રે ૧૧-ર૦ કલાકે ઉપડશે, અને બીજા દિવસે સવારે ૧૧-૪પ કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન તા. ર૧-૪-ર૦રપ થી તા. ર૮-પ-ર૦રપ સુધી દોડાવાશે.
આ ટ્રેન બન્ને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર અને વાંકાનેર સ્ટોપ કરશે, જેનું બુકીંગ શરૃ થઈ ચૂક્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial