Advertisement
Author: નોબત સમાચાર

સુરતના શૈલેષભાઈ પર આતંકીઓએ ધડાધડ ગોળીઓ છોડતા મૃત્યુઃ ઘેરો શોક

સપરિવાર ઘોડેશ્વારી કરીને નૈસર્ગિક સૌંદર્ય માણતા

                                                                                                                                                                                                      

સુરત તા. ૨૩ઃ સુરતના શૈલેષભાઈ ઘોડા પર કુદરતી સૌંદર્ય માણતા હતા ત્યારે અચાનક ગોળીબાર થયો અને શૈલેષભાઈને ગોળી વાગતા મૃત્યુ થયુ હતું. આ ગમખ્વાર સમાચાર મળતા પરિવારમાં ઘેરો શોક છવાયો છે.

કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આંતકવાદી હુમલામાં મુળ સુરતના પણ મુંબઇમાં રહેતા કળથીયા પરિવારના ચાર સભ્યો પૈકી મોભી એવા ૪૪ વર્ષીય શૈલેશ કળથીયાને ગોળી વાગતા મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. જયારે તેમની પત્ની અને પુત્રી- પુત્રનો બચાવ થયો હતો. સુરતમાં આ સમાચાર વાયુવેગે પ્રસરતા પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઇ ગઇ છે.

પૃથ્વીનું સ્વર્ગ ગણાતા કાશ્મીરના પહેલગામમાં થયેલા આંતકવાદી હુમલાની ઘટના અંગે મળેલી માહિતી મુજબ મુળ સુરતના વરાછાના ચીકુવાડી વિસ્તારની હરીકુંજ સોસાયટીના વતની અને મુંબઇમાં જ રહેતા અને મુંબઇની એસબીઆઇ બેન્કમાં નોકરી કરતા ૪૪ વર્ષીય શૈલેશભાઇ હિંમત કળથીયા તેમની પત્ની શિતલ કળથીયા, પુત્રી નીતિ, અને પુત્ર નક્ષ  સાથે મુંબઇથી કાશ્મીર ફરવા ગયા હતા.

તેઓ શ્રીનગરથી પહલગામ ફરવા ગયા હતા અને વિવિધ જગ્યાએ ફરીને મંગળવારે તેઓ ત્યાંના મીની સ્વીત્ઝરલેન્ડ ગણાતા સરનવેલીમાં પહેલગામથી ઘોડા પર બેસીને કુદરતના સૌદર્યને નિહાળતા હતા. ત્યારે અચાનક આંતકવાદીઓ દ્વારા ધડાધડ ગોળીબાર કરાતા  કળથીયા પરિવારના ચાર સભ્યોમાંથી મોભી એવા શૈલેશભાઇને ગોળી વાગતા મૃત્યુ થયાના સમાચાર મળ્યા છે. પરિવારના અન્ય સભ્યો સહી સલામત છે. તેમને ત્યાંથી હોટલમાં લઇ આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.

આતંકવાદી હુમલામાં શૈલેશભાઇના મોતના સમાચાર સુરત રહેતા તેમના સંબંધીઓમાં પહોંચતા ઘેરા શોકની લાગણી પ્રસરી છે. સુરત રહેતા તેમના કઝીન ભાઇ મયુરભાઇના મોટાવરાછામાં આવેલા કસ્તુરી બંગલામાં સૌ ભેગા થયા હતા. બાદમાં  મયુરભાઇ વાયા અમદાવાદ થઇને કાશ્મીર જવા રવાના થયા હતા.

આ અંગે સુરત જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીને સ્ટેટ કંટ્રોલમાંથી જાણ થતા અધિક કલેકટર વિજય રબારી અને સિટી પ્રાંત ઓફિસર વિક્રમ ભંડારીને જરૃરી સૂચનાઓ આપીને તેમના ભાઇને તમામ મદદ કરવા આદેશ આપ્યો હતો. કલેકટરનું તંત્ર હાલ તેમના ભાઇ સાથે સંપર્કમાં હોવાનું જાણવા મળ્યુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh