Advertisement
Author: નોબત સમાચાર

સગીરા પર દુષ્કર્મ ગુજારનાર કૌટુંબિક કાકા તથા મદદગાર કૌટુંબિક ભાઈને સજા

સગીરા સાથે પતંગ આપવાની લાલચ બતાવી અડપલા કરનાર શખ્સને પાંચ વર્ષની કેદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૨૩ ઃ લાલપુર પંથકમાં વસવાટ કરતી એક સગીરાને તેણીનો કૌટુંબિક ભાઈ પોતાની સાથે લઈ ગયા પછી કૌટુંબિક કાકાએ અવાવરૃ જગ્યામાં દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ થઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે મુખ્ય આરોપીને ૧૦ વર્ષની કેદની સજા, મદદગારી કરનાર શખ્સને પાંચ વર્ષની સજા ફટકારી છે. જ્યારે નગરમાં ચાર વર્ષ પહેલાં એક બાળકીને પતંગ આપવાની લાલચ આપી ઘરમાં લઈ ગયેલા ઢગાએ અડપલા કર્યા હતા. આ શખ્સને અદાલતે પાંચ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યાે છે.

લાલપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતા એક પરિવારની સગીર વયની પુત્રી થોડા વખતથી ગુમસુમ રહેતી હતી. તે દરમિયાન તા.૧૬-૭-ર૧ના દિને આ સગીરાએ પોતાના પરિવારજન પાસે રડી પડી જણાવ્યું હતું કે, દોઢેક મહિના પહેલાં સાંજના સમયે તેણી પરચૂરણ વસ્તુ લેવા ગામમાં જતી હતી ત્યારે તેણીનો કાકાનો દીકરો માર્ગમાં મળ્યો હતો. તેને કામ છે મારી સાથે ચાલ તેમ કહી પોતાની સાથે એક ખંઢેર નજીક લઈ જઈ ત્યાં અગાઉથી હાજર આ તરૃણીના કૌટુંબિક કાકાના હવાલે કરી હતી.

કૌટુંબિક કાકામાંથી હેવાન બનેલા આ શખ્સે બળજબરી આચરી તેણીને પછાડી દઈ દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને વાત કરીશ તો પતાવી દઈશ તેવી ધમકી આપી હતી. તેથી સગીરા ચુપ રહી હતી. આ બાબતની મેઘપર પોલીસે ફરિયાદ નોંધી હાથ ધરેલી તપાસમાં બંને શખ્સની ધરપકડ કરી હતી.

ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા બંને આરોપીને તક્સીરવાન ઠરાવી અદાલતે આ સગીરાના કૌટુંબિક કાકાને આઈપીસી ૩૭૬ (ર)ના ગુન્હામાં ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૃા.પ હજારનો દંડ ફટકાર્યાે છે. જ્યારે મદદગારી કરનાર કૌટુંબિક ભાઈને આઈપીસી ૧૧૪ના ગુન્હામાં પાંચ વર્ષની સખત કેદ અને રૃા.૩ હજારનો દંડ ફટકાર્યાે છે. ભોગ બનનાર સગીરાને કમ્પેઈન્સેશનમાંથી રૃા.૧ લાખ ચૂકવવા હુકમ કરાયો છે. સરકાર તરફથી પીપી ભારતીબેન વાદી રોકાયા હતા.

જામનગરના એક વિસ્તારમાં વસવાટ કરતા પરિવારની પોણા સાત વર્ષની પુત્રી વર્ષ ૨૦૨૧માં પોતાના ઘરેથી નાનીના ઘરે જવાનું કહીને નીકળ્યા પછી માર્ગમાં મૂળ રાજકોટના ચુનારાવાડમાં રહેતા અને હાલમાં જામનગર  વસવાટ કરતા રાજેશ ગોવિંદભાઈ મકવાણા નામના ૪૫ વર્ષના ઢગાએ તેણીને પતંગ આપવાનું કહી ઘરમાં લઈ જઈ અણછાજતા અડપલા કર્યા હતા. આ વેળા એ તે બાળકીએ બૂમો પાડતા ગભરાયેલા રાજેશે તેણીને જવા દીધી હતી.

ઘરે પહોંચી સગીરાએ વાલીને વાત કરતા પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. સિટી સી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. તે કેસ ખાસ પોક્સો અદાલત સમક્ષ ચાલવા પર આવતા સરકાર પક્ષે ૧૧ સાહેદ તથા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. અદાલતે તેને ગ્રાહ્ય રાખી આરોપી રાજેશ ગોવિંદભાઈ મકવાણાને તકસીરવાન ઠરાવી આઈપીસી ૩૫૪ તેમજ ૩૫૪ (એ) અને પોક્સો એક્ટની કલમ હેઠળ સંયુુક્ત રીતે પાંચ વર્ષની સખત કેદની સજા અને રૃા.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા આપવામાં આવી છે. સગીરાને વળતર પેટે રૃા.પ૦ હજાર કમ્પેઈન્સેશનમાંથી ચૂકવવામાં આવશે. આ કેસમાં પણ સરકાર તરફે પીપી ભારતીબેન વાદી રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh