Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભૂગર્ભ ગટરની કામગીરી માટે
જામનગર તા. ૨૩ઃ જામનગરમાં કાલાવડ નાકા બહાર ભૂગર્ભ ગટરની કામગીરી માટે રોડ ડિવાઈડરની એક તરફનો રસ્તો બે માસ માટે બંધ રાખવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જામનગર મહાનગર-પાલિકા કમિશનર દ્વારા બી.પી.એમ.સી. એક્ટની કલમની જોગવાઈ હેઠળ મળેલ સત્તાની રૃએ જાહેર નોટિસ કરવામાં આવી છે. જેમાં જામનગર મહાનગર પાલિકાની હદમાં જામનગર કાલાવડ રોડ મુખ્ય રસ્તા પર રાધિકા સ્કૂલ પાસે ૪૫ મીટર ટી. પી. રોડથી હાપા માર્કેટીંગ યાર્ડ વાળા મુખ્ય રસ્તા સુધી જામનગર કાલાવડ રોડ તરફ જતાં રસ્તાની મધ્યરેખા પરના રોડ ડિવાઈડરની પૂર્વ દિશા તરફના રસ્તામાં ભૂગર્ભ ગટરની મુખ્ય પાઈપ લાઈન નાખવાની કામગીરી અનુસંધાને સલામતીના ભાગરૃપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.૨૩-૦૪-૨૦૨૫ થી તા.૨૨-૦૬-૨૦૨૫ એટલે કે, બે માસ સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવે છે. જેનો અમલ કરવાનો હુકમ ફરમાયો છે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધી બી.પી.એમ.સી. એક્ટની કલમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.
જામનગર કાલાવડ રોડ મુખ્ય રસ્તા પર રાધિકા સ્કૂલ પાસે ૪૫ મીટર ટી. પી. રોડથી હાપા માર્કેટીંગ યાર્ડ વાળા મુખ્ય રસ્તા સુધી જામનગર કાલાવડ રોડ તરફ જતાં રસ્તાની મધ્યરેખા પરના રોડ ડિવાઈડરની પૂર્વ દિશા તરફનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે જામનગર કાલાવડ રોડ મુખ્ય રસ્તા પર રાધિકા સ્કૂલ પાસે ૪૫ મીટર ટી. પી. રોડથી હાપા માર્કેટીંગ યાર્ડ વાળા મુખ્ય રસ્તા સુધી જામનગર કાલાવડ રોડ તરફ જતાં રસ્તાની મધ્યરેખા પરના રોડ ડિવાઈડરની પશ્ચિમ દિશા તરફનો રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial