Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પત્ની અને બાળકો જોતા રહ્યા અને
શ્રીનગર તા. ર૩ઃ પહલગામ આતંકી હુમલો થયો ત્યારે બાળકો અને પત્ની સાથે જ આઈબી ઓફિસરને આતંકીઓએ ગોળી દેતા તેઓ શહીદ થઈ ગયા હતાં.
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ ભારતની ગુપ્તચર એજન્સી ઈન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારી મનિષ રંજનને પણ ગોળી મારી દીધી હતી. આ હુમલામાં તેઓ શહીદ થઈ ગયા.
મનિષ રંજન હૈદરાબાદમાં આઈબી ઓફિસમાં સેક્શન ઓફિસર તરીકે કામ કરતા હતાં. તે બિહારના રહેવાસી હતાં અને તેમના પરિવાર સાથે જમ્મુ અને કાશ્મીરના પહલગામ ફરવા ગયા હતાં. હુમલા સમયે તેમની પત્ની અને બે બાળકોની સામે ગોળી મારી દીધી. અચાનક થયેલા હુમલામાંથી મનિષ રંજનને બચવા કે સમજવાનો સમય જ ના મળ્યો.
ઉલ્લેખનિય છે કે આતંકવાદીઓ સેનાનો ગણવેશ પહેરીને આવ્યા હતાં, જેના કારણે પહલગામની બૈસરન ખીણમાં રજાઓ ગાળવા આવેલા લોકોને કોઈપણ પ્રકારની શંકા જ નહોતી થઈ. લોકોએ સૈન્ય યુનિફોર્મમાં આવેલા આતંકવાદીઓને સૈન્યના જવાનો સમજી લીધા હતાં. એટલા માટે આતંકવાદીઓ આટલા મોટા પાયે લોકોને નિશાન બનાવવામાં સફળ રહ્યા. આ હુમલામાં મનિષ રંજનની પત્ની અને તેમના બન્ને બાળકો સુરક્ષિત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial