Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોંગ્રેસે કહ્યું-માનવતા પર કલંકરૃપ હુમલો છે
નવી દિલ્હી તા. ૨૩ઃ પહલગામ આતંકી હુમલાને લઈને કોંગ્રેસના નેતાએ કેન્દ્ર સરકારને નકકર કદમ ઉઠાવવા અપીલ કરી છે. જયારે કોંગ્રેસે આ કૃત્યને માનવતા પર કલંક ગણાવ્યું છે.
કાશ્મીરમાં સબ સલામતના સરકારના દાવા વચ્ચે આતંકવાદીઓ બેફામ બન્યા છે. જમ્મુ કાશ્મીરમાં પર્યટકો પર તાજેતરમાં સૌથી મોટો આતંકી હુમલો કરવામાં આવ્યો છે. પર્યટકો માટે જાણીતા પહલગામમાં આતંકવાદીઓએ પર્યટકોના નામ પૂછ્યા, ધર્મ જાણ્યો અને પછી તેમને ગોળી ધરબી દીધી. આ ઘાતકી હુમલામાં અત્યાર સુધીમાં ૨૮થી વધુ પર્યટકો માર્યા ગયા છે. જ્યારે ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહૃાું કે, 'મેં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા અંગે ગૃહમંત્રી અમિત શાહ, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તારિક કર્રા સાથે ચર્ચા કરી અને આ હુમલાની સ્થિતિની લેટેસ્ટ જાણકારી લીધી છે.'
રાહુલ ગાંધી હાલમાં અમેરિકાના પ્રવાસે છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરીને લખ્યું કે, 'પીડિત પરિવારોને ન્યાય મળવો જોઈએ અને અમે અમારા બધાનું સંપૂર્ણ સમર્થન તેમની સાથે છે.' તેમણે આ હુમલાની સખત નિંદા કરતા તેને હ્ય્દયદ્રાવક અને કાયરતાપૂર્ણ ગણાવ્યો.
કોંગ્રેસે આ આતંકવાદી હુમલાને માનવતા પર કલંક ગણાવ્યો અને કહૃાું કે તેની અસરકારક પ્રતિક્રિયા જરૃરી છે. પાર્ટીએ કહૃાું કે, 'સરકારે આ મામલે નક્કર અને નિર્ણાયક પગલાં લેવા જોઈએ જેથી ભવિષ્યમાં આવી બર્બર ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.'
જમ્મુ-કાશ્મીરરના મુખ્યમંત્રી ઓમર અબદુલ્લાએ આ આતંકવાદી હુમલાને તાજેતરના વર્ષોમાં નાગરિકોને ટાર્ગેટ કરીને કરવામાં આવેલા સૌથી મોટા હુમલામાંથી એક ગણાવ્યો છે. તેમણે આ હુમલાને 'મોટી અને ગંભીર ત્રાસદી' ગણાવી.
રાહુલ ગાંધીએ આ ભયાનક હુમલા અંગે કહૃાું કે, 'પ્રવાસીઓની આ રીતે હત્યા અને ઘાયલ થવું એક હ્ય્દયદ્રાવક અને અત્યંત નિંદનીય ઘટના છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું.'
રાહુલ ગાંધીએ આગળ કહૃાું કે, 'આખો દેશ આતંકવાદ સામે એકજૂટ છે. મેં સરકારને અપીલ કરી કે તમે પોકળ દાવાઓથી આગળ વધીને ગ્રાઉન્ડ લેવલ પર નક્કર પગલાં ઉઠાવો જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ ભારતીયને પોતાનો જીવ ન ગુમાવવો પડે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial