Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીસમી એપ્રિલની રાત્રે જેનુ વેડીંગ રિસેપ્શન હતુ તેવું
જામનગર તા. ૨૩ઃ સુરતની નવવધૂ ડો. મેહઝબીન જલાલુદ્દીન શેખે શિક્ષણ પ્રત્યેનું અનોખું સમર્પણ દર્શાવ્યું છે. વલસાડની આર.એમ.ડી. આયુર્વેદ કોલેજમાંથી બીએએમએસની ડિગ્રી મેળવનાર ડો. મેહઝબીનના લગ્ન સુરતના ડો. ઈરફાન ઈમરાન મુલ્લા સાથે તાજેતરમાં સંપન્ન થયા હતા. અને ૨૦મી એપ્રિલની રાત્રે સુરતમાં તેમના લગ્નનું રિસેપ્શન યોજાયું હતું, જ્યારે ૨૧મી એપ્રિલની સવારે જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો ૨૯મો પદવીદાન સમારોહ હતો. પોતાના લગ્નની કંકોત્રી વહેંચાઈ ગયા બાદ પદવીદાન સમારોહની તારીખ આવતા, ડો. મેહઝબીન અને તેમના પતિ ડો. ઈરફાને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. તેમણે પોતાના જ લગ્નના રિસેપ્શન અને ઘરે આવેલા મહેમાનોને છોડીને જામનગર જવા માટે ટ્રેન પકડી. આખી રાતનો પ્રવાસ ખેડીને તેઓ જામનગર પહોંચ્યા અને ત્યાં રાજ્યપાલના હસ્તે ડો. મેહઝબીન શેખે તેમની ડોક્ટર ઓફ આયુર્વેદની ડિગ્રી પ્રાપ્ત કરી. ડિગ્રી મેળવ્યા પછી આ દંપતી તરત જ સુરત પરત ફર્યું હતું.
ડો. મેહઝબીન અને ડો. ઈરફાન મુલ્લાએ શિક્ષણ પ્રત્યેની પોતાની નિષ્ઠા અને આદરનું ઉત્તમ ઉદાહરણ સમાજ સમક્ષ રજૂ કર્યું છે.જ્યાં શિક્ષણનું પ્રમાણ તુલનાત્મક રીતે ઓછું જોવા મળે છે, ત્યાં આ દંપતીએ એક નવી રાહ ચીંધી છે. તેમનું આ કાર્ય અન્ય લોકો માટે પ્રેરણારૃપ બની રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial