Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાપી લીધેલી રકમ વ્યાજ સાથે ચૂકવવામાં આવશેઃ
જામનગર તા.ર૩ : જામનગરના એક આસામી તથા ધ્રોલના બીજા આસામી દ્વારા મેળવાયેલા મેડિક્લેઈમ માં અમુક રકમ વીમા કંપનીએ કાપી લેતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે કાપી લીધેલી રકમ વ્યાજ સાથે ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે.
ધ્રોલના જાહિદભાઈ સતારભાઈ ગલારીયા નામના આસામીએ આદિત્ય બિરલા હેલ્થ ઈન્સ્યુરન્સ કંપની પાસે મેડિક્લેઈમ મેળવ્યા પછી પોતાની બીમારીની સારવાર લેવી પડી હતી. તેમાં રૃા.૧૦૮૨૪૨નો ખર્ચ થતાં વીમા કંપનીએ રૃા.૫૮૨૪૨ કાપી લીધા હતા. તેની ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે કાપી લીધેલી રકમ છ ટકાના વ્યાજ સાથે રૃા.૭ હજાર અલગથી ચૂકવી આપવા હુકમ કર્યાે છે.
જામનગરના ભાવિન આર. શાહ નામના આસામી દ્વારા નેશનલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી મેડિક્લેઈમ મેળવ્યો હતો. તે પછી મોતિયાનું ઓપરેશન કરાવાતા રૃા.૮ર૯૪૮નો ખર્ચ થયો હતો. તેનો ક્લેઈમ કરાતા વીમા કંપનીએ રૃા.પર૯૪૮ કાપી લીધા હતા તેની પણ ગ્રાહક ફોરમમાં ફરિયાદ થઈ હતી. ફોરમે આ રકમ પર છ ટકા વ્યાજ ગણી તે રકમ ચૂકવવા અને રૃા.૭ હજાર ત્રાસ તથા ખર્ચ પેટે આપવા વીમા કંપનીને આદેશ કર્યાે છે. બંને કેસમાં ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial