Advertisement
Author: નોબત સમાચાર

કાશ્મીર છોડવા પ્રવાસીઓની શ્રીનગર એરપોર્ટ પર ભીડઃ વધારાની ફ્લાઈટો શરૃ

૫હલગામ હુમલાના મૃતકોના પાર્થિવદેહો સાથે

                                                                                                                                                                                                      

શ્રીનગર તા. ર૩ઃ પહલગામ હુમલાના મૃતદેહો શ્રીનગર પહોંચવા લાગ્યા છે, અને કાશ્મીર છોડવા માટે પ્રવાસીઓની શ્રીનગર એરપોર્ટ પર ભીડ જામી છે. રામબનની નજીક રાજમાર્ગ ધોવાઈ જતા જમીની રસ્તો હજી પણ બંધ છે. બીજી તરફ અનેક રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ પીડિતોને પરત લાવવા શ્રીનગર પહોંચ્યા છે.

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પ્રવાસીઓના પાર્થિવ દેહોને શ્રીનગર એરપોર્ટ પર લાવવામાં આવી રહ્યા છે. કાશ્મીર છોડીને પોતાના ઘરે પાછા ફરવા માટે સેંકડોની સંખ્યામાં પ્રવાસીઓ શ્રીનગર એરપોર્ટ પર ઉમટી પડ્યા છે, કારણ કે રામબનની નજીક રાજમાર્ગ ધોવાઈ જવાના કારણે જમીની રસ્તો હજી પણ બંધ છે.

અધિકારીઓએ જણાવ્યું કે આતંકી હુમલાના પીડિતોના પાર્થિવદેહોને શ્રીનગર એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે. પીડિતો અને પ્રવાસીઓને તેમના સંબંધિત રાજ્યોમાં પરત લાવવા માટે અનેક રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ શ્રીનગર પહોંચી રહ્યા છે.

વર્ષ ર૦૧૯ માં કલમ ૩૭૦ નાબૂદ થયા પછી આ સૌથી મોટા આતંકવાદી હુમલાઓમાંથી એક છે, જો કે સરકારે હજી સુધી પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુઆંકની સત્તાવાર પુષ્ટિ કરી નથી, જ્યારે સોશિયલ મીડિયા અને સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી ર૮ લોકોના મૃત્યુની પુષ્ટિ કરે છે.

કર્ણાટકની સિદ્ધારમૈયા સરકાર દ્વારા સંકલન કરવા માટે કર્ણાટકના મંત્રી સંતોષ લાડ શ્રીનગર પહોંચ્યા છે. અન્ય રાજ્યોના મંત્રીઓ અને અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર હતાં.

શ્રીનગર એરપોર્ટની બહાર પ્રવાસીઓની અવરજવર વધી રહી હોવાથી, એર ઈન્ડિયાએ કાશ્મીરથી પ્રવાસીઓની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવા માટે આજે દિલ્હી અને મુંબઈ માટે બે વધારાની ફ્લાઈટ્સ શરૃ કરી છે. વાદળ ફાટવાના કારણે રાજમાર્ગ ધોવાઈ ગયો છે અને ભયભીત પ્રવાસીઓ કોઈપણ રીતે શક્ય તેટલું જલદી કાશ્મીર છોડી દેવા માંગે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh