Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા નવી નવી કમિટીઓની રચના કરવામાં આવી હતી. જેમાં ટાઉન પ્લાનિંગ કમિટીની રચના કરવામાં આવ્યા પછી ગત તા. ૧રના સ્ટેન્ડીંગ કમિટી હોલમાં ટાઉન પ્લાનીંગ કમિટીના ચેરમેન સુભાષ જોષીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં વાઈસ ચેરપર્સન ખ્યાતીબેન મુંગરા તેમજ જામનગરના પ્રથમ નાગરીક મોનીકાબેન વ્યાસ અને સ્ટેન્ડીંગ ચેરમેન ધીરેનકુમાર મોનાણી તેમજ અન્ય સભ્યો, ટાઉન પ્લાનીંગ ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં આ બેઠકમાં જામનગરની ટ્રાફીક સમસ્યાને લગતા પ્રશ્નો સહિતના અન્ય પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને શહેરની મધ્યમાં આવેલ ગીતા લોજ કે જેનું ઘણા સમય પહેલા ડીમોલેશન કરવામાં આવ્યું હતું. ડીમોલેશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ એને પણ એકાદ મહિનો વીતી ગયો હતો અને આ કાટમળને જૈસે થે ની સ્થિતીમાં મુકી દેવામાં આવ્યો છે. ત્યાર પછી ગત ૧ર તારીખે મળેલી ટાઉન પ્લાનીંગ કમિટીની બેઠકમાં અધ્યક્ષશ્રીએ આ કાટમાળને તાત્લીક ઉપાડવામાં અંગે પણ સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં પણ આજ દિવસ સુધી આ કાટમાળને દૂર કરવામાં આવ્યો નથી. ત્યારે સવાલ એ છે કે જો અધ્યક્ષની સૂચનાનું પણ સત્વરે પાલન ન થતું હોય તો શું જામનગરની જનતાના પ્રશ્નો ઉકેલાતા હશે. ખાસ તો કમિટીના અધ્યક્ષ તેમજ અન્ય કમિટી મેમ્બરે પણ સ્થળ મુલાકાત લેવી જોઈએ અને જોવું જોઈએ કે જે નિર્ણય કરવામાં આવ્યો છે તેનો અમલ થયો છે શું.? ખાલી નિર્ણય લઈ અને સૂચના આપવાથી પૂરૂ નથી થઈ જતું. આ તો ખાલી આ કમિટીમાં લેવામાં આવેલા એક જ નિર્ણય વાત થઈ અન્ય નિર્ણયો માં પણ શું આવું જ હશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.? (નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial