Advertisement
Author: નોબત સમાચાર

દક્ષિણ ગુજરાતમાં તા.૧૨-૧૩ મેના માવઠું

આગ ઝરતી ગરમી વચ્ચે અંબાલાલની આગાહીઃ

અમદાવાદ તા. ૮: અંબાલાલ ૫ટેલે તા.૧૨-૧૩ મેના માવઠાની આગાહી કરતા એવી સંભાવના પણ દર્શાવી છે કે, આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ વહેલું બેસશે.

અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં બેવડી ઋતુના મારની આગાહી છે જેમાં ગરમીના પ્રકોપ વચ્ચે કમોસમી માવઠાનું સંકટ છે. તેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની અસર રહેશે જેમાં ૧૨ અને ૧૩ મેના કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે. તેમજ છોટા ઉદેપુર, નર્મદામાં હળવા વરસાદની આગાહી છે. તથા તાપી અને દાહોદમાં પણ હળવા વરસાદ ખાબકી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા પવન ફુંકાશે. તથા આગામી દિવસોમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થશે.

ઉત્તર ભારતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી ભારે ગાજવીજ, પવનના તોફાનો અને આંધી વંટોળ સાથે ખતરનાક હશે. આરબ દેશમાંથી આવતું ધૂળકટ પાકિસ્તાન, કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ભાગોને પ્રભાવિત કરશે. તા.૧૦થી તા.૧૪ મે વચ્ચે ભારે પવન અને ગાજવીજ સાથે છાંટા પડવાની શકયતા તેમણે વર્ણવી છે.

પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા, ખેડા, અમદાવાદ સહિતના ભાગોમાં ગાજવીજ સાથે કોઈ ભાગમાં વરસાદી છાંટા પડશે. ગરમીમાં ઘટાડો થયા પછી પુનઃ ગરમીમાં વધારો થશે. મે અને જુન માસમાં સાગરકાંઠે ચક્રવાતો સાથે પવનના દબાણો વધશે. ૧૬ મે બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો સર્જાશે અને આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થશે. આ વર્ષે પશ્ચિમ હિંદ મહાસાગર વધુ ગરમ રહેતા ચક્રવતોનું સર્જન થશે તેવી આગાહી સાથે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, ૨૪ મેથી ૫ જુન વચ્ચે રોહિણી નક્ષત્રમાં રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત વહેલી થવાની શક્યતા છે. ૧૭ જુન પછી ભારે ગાજવીજ અને પવનના તોફાનો સાથે વરસાદ પડશે. આ વર્ષે ચોમાસામાં રાજ્યમાં ભારે વરસાદ રહેશે. રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે કમોસમી માવઠાનું સંકટ છે. સાયકલોનિક સરક્યુલેશન સર્જાતા માવઠાની આગાહી કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh