Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માત્ર બાવીસ દિવસમાં અપીલ કરાઈ નિર્ણિતઃ
જામનગર તા. ૮: જામનગરના દરેડ જીઆઈડીસીમાં બ્રાસપાર્ટની પેઢી ચલાવતા એક આસામીને રૃા.૧૦ લાખના ચેક પરતના કેસમાં અદાલતે બે વર્ષની કેદ અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે હતો. તે હુકમ સામે આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. તે અપીલ માત્ર બાવીસ દિવસમાં નિર્ણિત થઈ છે. અદાલતે નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખી આરોપીને સરન્ડર કરવા હુકમ કર્યાે છે.
જામનગરમાં દરેડ જીઆઈડીસી ફેસ-૩માં શક્તિ રાજ કોર્પોરેશન નામની બ્રાસપાર્ટની પેઢી ચલાવતા જેનીશ કિરીટભાઈ શેઠ પાસેથી દરેડમાં જ ખીમસીયા સ્ટીલ એન્ડ વાયરના નામથી પેઢી ચલાવતા વિશાલ જયંતિલાલ શાહે રૃા.૧૫ લાખ સંબંધદાવે હાથઉછીના મેળવ્યા હતા.
તે રકમ પરત આપવા માટે વિશાલ શાહે રૃા.૧૦ લાખનો ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના કારણે પરત ફર્યાે હતો. તેની નોટીસ પાઠવ્યા પછી જેનીશ શેઠે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં ગયા મહિને અદાલતે આરોપી વિશાલ શાહને તક્સીરવાન ઠરાવી બે વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ભરવા હુકમ કર્યાે હતો.
ઉપરોક્ત હુકમ સામે આરોપી વિશાલ શાહે સેશન્સ કોર્ટમાં અપીલ નોંધાવી સ્ટેની માગણી કરી હતી. તેની સામે ફરિયાદીના વકીલે દલીલ કરી હતી કે, હુકમના દિવસે આરોપી અદાલતમાં હાજર ન હોવાથી સ્ટે ન આપી શકાય. જ્યારે આરોપી પક્ષે દલીલ કરી હતી કે, ઉપરોક્ત રકમ જેનીશ શેઠ દ્વારા ઈન્કમટેક્સ રિટર્નમાં દર્શાવવામાં આવી નથી, નોટીસની બજવણી થઈ નથી. તેની સામે ફરિયાદ પક્ષે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે આરોપીની અપીલ રદ્દ કરી નીચેની કોર્ટનો સજાનો હુકમ યથાવત રાખ્યો છે અને આરોપીને સરન્ડર કરવા આદેશ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ઉદયસિંહ ચાવડા, બેનઝીર જુણેજા, કપિલ તીર્થાણી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial