Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ક્ષત્રિયોને સવિશેષ વસ્તી ધરાવતા
જામનગર તા. ૮: ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામમાં ક્ષત્રિયોની વસ્તી સવિશેષ છે. અહીં ૧૨૦૨ કુલ મતદારમાંથી ૮૦૦ મત ક્ષત્રિય સમાજના છે. આ ગામના મોટાભાગના લોકો ભાજપ સમર્થિત અને ભાજપ સાથે જોડાયેલા હોવાથી ભાજપની વિરૂદ્ધ મતદાન કરવાના બદલે મતદાનના બહિષ્કારનો નિર્ણય લેવાયો હતો. પરિણામે સવારે ૭ વાગ્યે મતદાન શરૂ થયું ત્યારથી સવારે ૧૧:૩૦ સુધી એકપણ મત નોંધાયો ન હતો.
ત્યારપછી મોટા વાગુદળ ગામના યુવાનો અને વડીલોએ ચર્ચા વિચારણા કરી મતદાન કરવાનો નિર્ણય કર્યો હતો અને સવારે ૧૧:૩૦ વાગ્યા પછી પ્રથમ મત પડ્યો હતો.
ત્યારપછી ગામના મતદારો, યુવાનો સમૂહમાં મતદાન કરવા નીકળ્યા હતાં. જો કે કોને મત આપ્યો તે તો મતગણતરી થયા પછી જ જાહેર થશે. પણ જે રીતે જય ભવાનીના નારા સાથે સમૂહમાં મતદાન કરવા ક્ષત્રિયો નીકળ્યા તેના પરથી એવો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે કે ગામના મતદારો-ક્ષત્રિયોએ ભાજપ વિરૂદ્ધ મતદાન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial