Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એકલવાયા જીવનથી કંટાળી યુવકની આત્મહત્યાઃ
જામનગર તા. ૬: જામનગરના એક યુવાને એકલવાયા જીવનથી કંટાળી જઈ ગઈકાલે સવારે પોતાની ઓરડીમાં ગળાટૂંપો ખાઈ લીધો છે. દારૂનો નશો કરતા આ યુવાનના તલ્લાક થઈ ગયા હતા ત્યાર પછી એકલા રહેતા હતા. જ્યારે લાલપુરના ભણગોર ગામના એક વ્યક્તિએ ઝેરી દવા પી ગળાફાંસો ખાધો લીધો છે. તેઓએ પોતાનો પુત્ર કહ્યામાં ન હોવાથી આ પગલું ભર્યાનું જાણવા મળ્યું છે.
જામનગરમાં ધરારનગર-ર વિસ્તારમાં વસવાટ કરતા ફિરોઝભાઈ ઈબ્રાહીમભાઈ વીરપરીયા (ઉ.વ.૪૮) નામના યુવાન ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા હતા. તેઓના અઢી વર્ષ પહેલાં તલ્લાક થઈ ગયા હતા.
ત્યારપછી દારૂ પીવાની આદત ધરાવતા ફિરોઝભાઈ એકલા રહેતા હતા. એકલવાયા જીવનથી કંટાળી જઈ આ યુવાને ગઈકાલે સવારે પોતાના રહેણાંકમાં લાકડાની આડીમાં દોરડા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ થતાં તેમના નાનાભાઈ મહંમદ ઈબ્રાહીમભાઈએ ૧૦૮ને કોલ કર્યાે હતો. દોડી આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે આ યુવાનને નીચે ઉતારી ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કરતા પોલીસને વાકેફ કરાઈ છે. સિટી બી ડિવિઝનના પીએસઆઈ જે.પી. સોઢાએ મૃતદેહનો કબજો સંભાળી મહંમદ ઈબ્રાહીમનું નિવેદન નોંધ્યું છે.
લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતા દીપકભાઈ સુભાષભાઈ માણાવદરીયા (ઉ.વ.૪૭) નામના પટેલ યુવાને ગઈકાલે બપોરે પોતાના ઘરેથી નીકળી ભણગોર ગામની કરાર સીમમાં આવેલા પોતાના ભાઈ હિતેશ સુભાષભાઈના ખેતર પાસે જઈ ઝેરી દવા પીધા પછી નજીકમાં આવેલા ઝાડમાં દોરડા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. દીપકભાઈનું મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા લાલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે ખસેડ્યો છે અને હિતેશભાઈનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ દીપકભાઈનો પુત્ર પૈસા બાબતથી પિતાના કહેવામાં ન હતો અને તે અંગે દીપકભાઈએ થોડા દિવસ પહેલાં અખબારમાં જાહેરાત પણ કરી હતી. તે પછી પિતા પોતે જ વ્યથિત અને ગુમસુમ રહેતા હતા. તેઓએ ગઈકાલે અંતિમ પગલું ભરી લીધુ છે. એએસઆઈ ડી.સી. ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial