Advertisement
Author: નોબત સમાચાર

ગરમીથી રક્ષણ આપવા ડોમની તેમજ જલ સેવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ

દ્વારકાધીશ મંદિરના પરિસરમાં

દ્વારકા તા. ૮: સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિરના પરિસરમાં દર્શનાર્થી ભાવિકો માટે ગરમીના પ્રકોપથી રક્ષણ આપવા ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત દેવસ્થાન સમિતિ દ્વારા ઠંડા પાણીની જલસેવાની સુવિધા કરવામાં આવી છે.

દ્વારકા મંદિર વ્યવસ્થા સમિતિ, દેવસ્થાન કચેરી દ્વારા હરિભક્તોના સહયોગથી મંદિર પરિસરના સ્વર્ગદ્વાર તથા મોક્ષ દ્વાર એમ બન્ને પ્રવેશ દરોમાંથી પ્રવેશ કરતા યાત્રિકો દર્શન કરવાના માર્ગ ઉપર પેટીપેક સમિયાણા સાથેનો ડોમ ઊભો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત નિજ મંદિરના પરિસરમાં જાજમ અને નેટનું ફ્લોરીંગ કરવામાં આવ્યું છે. દેવસ્થાન સમિતિ દ્વારા ગોમતી ઘાટથી છપ્પન સીડીના પ્રવેશ માર્ગે આવતા દર્શનાર્થીઓ માટે સીડી ઉપર પણ નેટ બાંધીને ગરમીથી રક્ષણ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

દેવસ્થાન સમિતિના અધ્યક્ષ પંડ્યા, વહીવટદાર ભિગોરા, નાયબ વહીવટદાર દર્શનભાઈ, જયેશભાઈ, ચંદ્રેશભાઈના સહયોગથી આ વ્યવસ્થા રાહતરુપ બની રહી છે. રઘુવંશી સમાજના વામનભાઈ ગોકાણી તથા ઓખાના મોહનભાઈ બારાઈનો પણ વ્યવસ્થા માટે સહયોગ રહ્યો છે.

મંદિરના પ્રવેશદ્વાર ઉપર ઠંડા પાણીની જલ સેવાનો આરંભ પણ કરવામાં આવ્યો છે. હાલ કાળઝાળ ગરમીના પ્રકોપમાં યાત્રિકો માટે ડોમ/ છાંયડાની તથા ઠંડા પાણીની વ્યવસ્થાથી મોટી રાહત થઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh