Advertisement
Author: નોબત સમાચાર

ચૂનાના ભઠ્ઠા પાસે મહિલા તથા તેના પરિવાર પર ટોળાએ કર્યાે પ્રાણઘાતક હુમલોઃ ચારને ઈજા

મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા પછી પણ જ્ઞાતિ પ્રત્યે કરાતા હતા હડધૂતઃ

જામનગર તા. ૮: જામનગરના કિસાન ચોક વિસ્તારથી આગળ આવેલા ચુનાના ભઠ્ઠા પાસે રહેતા એક મહિલાએ મુસ્લિમ યુવક સાથે પ્રેમલગ્ન કર્યા પછી સંતાનની પણ પ્રાપ્તિ થઈ છે ત્યારપછી આ મહિલાના પુત્રને બાજુમાં જ રહેતા અન્ય મહિલાઓએ રમવા ન દઈ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા માતા દોડી ગઈ હતી જ્યાં ચાર મહિલા સહિત સાત વ્યક્તિએ તે મહિલા, તેના પતિ, સાસુ તથા સસરા પર પ્રાણઘાતક હુમલો કરતા ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે હત્યા પ્રયાસ, રાયોટીંગ સહિતની કલમો હેઠળ સાતેય હુમલાખોર સામે ગુન્હો નોંધ્યો છે. એસસી-એસટી સેલના ડીવાયએસપીને તેની જાણ કરવામાં આવી છે.

જામનગરના ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં આવેલી ઢોલીયા પીરની દરગાહ પાસે રહેતા નર્મદાબેન અહેમદરઝા નાઈ (ઉ.વ.૩૦) નામના મહિલાએ ત્યાં જ રહેતા અસરફ જુમા ખફી, જાવિદ જુમા ખફી, આરીફ જુમા, આયશા જુમા, વલીભાઈની પૌત્રી, શરીફાબેન જાવિદ ખફી, સીરીનબેન સામે પોલીસમાં ફરિયાદ કરી છે.

ફરિયાદમાં તેઓએ જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે તેમનો દસ વર્ષનો પુત્ર રોનક ઘર પાસે રમતો હતો ત્યારે આઈશાબેન જુમા ખફીએ તે બાળકને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી અહીં રમતો નહીં તેમ કહી કાઢી મૂક્યો હતો તેથી નર્મદાબેન ત્યાં ગયા હતા. તેઓએ થોડા વખત પહેલાં અહેમદરઝા મહંમદહુસેન નાઈ સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી ઉપરોક્ત વ્યક્તિઓ તેઓને જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહી હડધુત કરતા હતા અને તેમાં ગઈકાલે નર્મદાબેનના પુત્રને આમ કહેવાતા નર્મદાબેને પુત્રનો પક્ષ લીધો હતો.

આથી ઉશ્કેરાયેલા અસરફ જુમા, જાવિદ અને આરીફે ગાળો ભાંડી હતી અને આઈશાબેન, શરીફાબેન, વલીભાઈની પૌત્રી, સીરીનબેને ઝઘડો કરી નર્મદાબેનને ઢીકાપાટુથી માર મારી વાળ પકડીને ઢસડ્યા હતા. આ વેળાઅ અહેમદરઝા તથા નર્મદાબેનના સાસુ નુરજહાંબેન, સસરા મહંમદહુસેન વચ્ચે પડતા તેઓને મારી નાખવાના ઈરાદાથી અસરફ જુમાએ માથામાં પાઈપ ફટકાર્યાે હતો. જ્યારે જાવિદ અને આરીફે પાઈપથી અહેમદરઝા પર હુમલો કર્યાે હતો. શરીફાબેન અને સીરીનબેને લાદીના ટૂકડાના ઘા કર્યા હતા.

ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી નર્મદાબેન અહેમદરઝાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યા પ્રયાસ, રાયોટીંગ, એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh