Advertisement
Author: નોબત સમાચાર

ભાજપને મારા કારણે જ મોટું નુકસાન થયું: ફરીથી ક્ષત્રિય સમાજની માફી માંગું છું: રૂપાલા

પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રિય મંત્રીની કબુલાતઃ

રાજકોટ તા. ૮: ત્રીજા તબક્કાનું મતદાન પૂરૃં થયા પછી આજે સવારે કેન્દ્રિય મંત્રી અને રાજકોટના ઉમેદવાર રૂપાલાએ ફરીથી ક્ષત્રિય સમાજની માફી માંગતા કહ્યું છે કે, મારા કારણે ભાજપને નુક્સાન થયું છે.

લોકસભા ચૂંટણી ર૦ર૪ માટે ગુજરાતની તમામ બેઠકો પર મતદાન આખરે પૂરૃં થઈ ગયું, જ્યારે આ વખતે મોટાપાયે ગુજરાતની ચૂંટણીમાં પરસોત્તમ રૂપાલાની ક્ષત્રિયોની ટિપ્પણીને લઈને થયેલો વિવાદ ચગ્યો, જો કે હવે ચૂંટણી પત્યા પછી રૂપાલાએ ભલે રાહતના શ્વાસ લીધા હશે કેમ કે તેમની ઉમેદવારી રદ્ ન થઈ અને મતદાન પણ થયું.

જો કે, હવે ચૂંટણી પછી રૂપાલાએ પહેલીવાર પ્રેસકોન્ફરન્સ સંબોધીને આ વખતની ચૂંટણી તેમના માટે કેવી ગુજરી તેના વિશે વાતો કરી હતી. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોના વિરોધને લઈને પ્રેસ કોન્ફરન્સમાં મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આ વખતની લોકસભા ચૂંટણીમાં જે રીતે વિરોધ થયો તે માટે હું જ જવાબદાર છું. મારા કારણે અને પાર્ટીને ખૂબ નુક્સાન થયું છે. મારા માટે આ કપરો સમય વીત્યો. આ સાથે રૂપાલાએ મિચ્છામી દુક્કડમ્ કહેતા ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માગી હતી. હું મારા નિવેદનને લઈને શર્મિંદા છું. મારે આવી ટિપ્પણી કરવાની જરૂર નહોતી. આ ઘટનાનો કેન્દ્રબિંદુ હું રહ્યો છું.

રૂપાલાએ મતદાન પૂરૃં થયા પછી આજે કહ્યું કે ક્ષત્રિય સમાજ અંગે કરેલી મારી ટિપ્પણી એક મોટી ભૂલ સાબિત થઈ અને તેને લઈને હુ દિલથી માફી માગી રહ્યો છું. હું ફરી એકવાર ક્ષત્રિય સમાજના લોકોને દેશના વિકાસમાં ફાળો આપવા અને આગળ વધવા અપીલ કરૂ છું.

ઉલ્લેખનિય છે કે રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી જેના પછીથી ભાજપનો ચારેકોરથી વિરોધ થવા લાગ્યો હતો અને હવે ક્ષત્રિયો હજુ પણ મતદાન થઈ જવા છતાં પીછેહઠ કરવા માગતા નથી અને તેઓએ ચેતવણી ઉચ્ચારતા કહી દીધું છે કે અમે રૂપાલાએ ભાજપના કોઈ હોદ્દે જોવા માગતા નથી.

રૂપાલાએ કહ્યું હતું કે, મારી ૪૦ વર્ષની કારકિર્દીમાં સૌથી કપરા સમયમાં પસાર થયો. હું પણ માણસ છું. માણસ માત્ર ભૂલને પાત્ર હોય છે. મતદાન ઓછું થવાથી ભાજપને કોઈ ફરક નથી પડતો. ઉત્સાહ ના હોય તો મતદાન ઓછું થતું હોય છે. મતદાન ઓછું થવાને લઈ તેમણે બે કારણો આપ્યા હતાં જેમાં સામેવાળો ઉમેદવાર નબળો હોય તો પણ મતદાન થતું નથી હોતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh