Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૬.પ ડીગ્રી

અસહ્ય ગરમીથી પ્રજાજનોને હાલાકીઃ

જામનગર તા. ૮: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૬.પ ડીગ્રીએ પહોંચી જતાં જનતાએ બપોરે આકરા તાપનો અનુભવ કર્યો હતો.

જામનગરમાં ઠંડી અને ગરમીભરી મિશ્ર ઋતુ વચ્ચે આજે સવારે પૂરા થતાં  ચોવીસ કલાક દરમિયાન અડધો ડીગ્રી વધીને મહત્તમ તાપમાન ૩૬.પ ડીગ્રી  અને એક ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ર૭.પ ડીગ્રી નોંધાયું હતું.  તાપમાનમાં થયેલા વધારાના પગલે બપોરે આકરા તાપની અનુભૂતિ જનતાએ  કરી હતી. અસહ્ય ગરમીથી પ્રજાજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

નગરમાં પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩પ થી ૪૦ કિ.મી.ની રહેવા  પામી હતી. તેજીલા વાયરાઓના પગલે સાંજથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા  નગરજનોએ રાહત અનુભવી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકાએ  સ્થિર રહ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh