Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં લોકસભાની રપ બેઠક માટે સરેરાશ પ૯.પ૧ ટકા, દેશમાં ત્રીજા તબક્કાનું ૬૧.૪પ ટકા જેટલું મતદાન

ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકની પેટાચૂંટણી માટે સરેરાશ ૬ર.૪૮ ટકા મતદાનઃ

અમદાવાદ/નવી દિલ્હી તા. ૮: ગઈકાલે ત્રીજા તબક્કામાં દેશમાં ૯૩ બેઠકો માટે ૬૧.૪પ ટકા મતદાન નોંધાયું હતું. ગુજરાતમાં રપ લોકસભા બેઠકો માટે પ૯.પ૧ ટકા અને ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે સરેરાશ ૬ર.૪૮ ટકા મતદાન નોંધાયું છે.

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ રાત્રે ૮ વાગ્યા સુધી ૬૧.૪પ ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચ તરફથી મળેલી માહિતી અનુસાર આસામ અને પશ્ચિમ બંગાળમાં બમ્પર વોટીંગ જોવા મળ્યું છે. તે જ સમયે મહારાષ્ટ્રમાં મતદાનની ગતિ ધીમી જોવા મળી હતી. સિવાય કે પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું.

ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ૧૧ રાજ્યોની કુલ ૯૩ લોકસભા બેઠકો પર મતદાન થયું હતું. જેમાં આસામના ૪, બિહારના પ, છત્તીસગઢના ૭, ગોવાના ર, ગુજરાતના રપ, કર્ણાટકના ૧૪, મધ્યપ્રદેશના ૯, મહારાષ્ટ્રના ૧૧, ઉત્તરપ્રદેશના ૧૦, પશ્ચિમ બંગાળના ૪ અને દાદરાનગર હવેલી અને દમણનો સમાવેશ થાય છે. દીવમાં ર બેઠકો પર મતદાન થયું હતું. ગુજરાતમાં લોકસભાની ર૬ બેઠકો છે, પરંતુ સુરત બેઠકના પરિણામ પહેલા જ આવી ગયા હતાં. તેથી રપ બેઠકો પર મતદાન થયું હતું.

રાજ્યવાર મત ટકાવારીની વાત કરીએ તો આસામમાં ૭પ.ર૬, બિહારમાં પ૬.પપ, છત્તીસગઢમાં ૬૬.૯૯, ગોવામાં ૭૪.ર૭, ગુજરાતમાં પ૬.૭૬, કર્ણાટકમાં ૬૭.૭૬, મધ્યપ્રદેશમાં ૬૩.૦૯, મહારાષ્ટ્રમાં પ૪.૭૭, બંગાળમાં ૭૩.૭૩ અને દાદરાનગર હવેલી અને દમણ અને દીવમાં ૬પ.ર૩ ટકા મતદાન નોંધાયું છે. મતદાનની ટકાવારીના આંકડા રાત્રે ૮ વાગ્યા સુધીના છે, જો કે મતદાન અંગેના અંતિમ આંકડાઓ પણ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવશે.

'વોટર ટર્નઆઉટ એપ' પર સાંજે ૭-૪૦ વાગ્યા સુધી અપડેટ કરાયેલા ડેટા અનુસાર ઉત્તરપ્રદેશમાં આગ્રામાં પ૩.૯૯ ટકા, એટામાં પ૮.૬૯, આમલામાં પ૭.૦૮, ફતેહપુર સિકરીમાં પ૭.૦૯, ફિરોઝાબાદમાં પ૭.પ૧, બાઉનમાં પ૩.પ૧ ટકા મતદાન થયું હતું. બરેલીમાં પ૭.૮૮ ટકા, મૈનપુરીમાં પ૮.પ૯ ટકા, સંભલમાં ૬ર.૮૧ ટકા અને હાથરસમાં પપ.૩૬ ટકા મતદાન થયું હતું.

બિહારની પાંચ સંસદીય બેઠકો-ઝાંઝરપુર, સુપૌલ, અરરિયા, મધેપુરા અને ખાગરિયામાં ૯૮.૬ લાખથી વધુ મતદારોમાંથી લગભગ ૬૦ ટકાએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઝાંઝરપુરમાં પપ.પ૦ ટકા, સુપૌલમાં ૬ર.૪૦ ટકા, અરરિયામાં ૬ર.૮૦ ટકા, મધેપુરામાં ૬૧.૦૦ ટકા, અને ખાગરિયામાં પ૮.ર૦ ટકા મતદાન થયું હતું.

ગુજરાતમાં લોકસભાની ર૦ર૪ ની ચૂંટણીમાં સરેરાશ પ૯.પ૧ ટકા મતદાન થયું છે, જેમાં વર્ષ ર૦૧૯ ની તુલનામાં પ ટકા ઓછું મતદાન નોંધાયું છે. ર૦૧૯ માં સરેરાશ ૬૪.પ૧ ટકા મતદાન થયું હતું તેમજ ર૦ર૪ માં સૌથી વધુ મતદાન વલસાડમાં થયું છે, જેમાં વલસાડમાં ૭ર.ર૪ ટકા મતદાન નોંધાયું છે તેમજ સૌથી ઓછું અમરેલીમાં ૪૯.૪૪ ટકા મતદાન થયું છે. વિધાનસભાની પ બેઠકો પર સરેરાશ ૬ર.૪૮ ટકા મતદાન થયું છે.

ર૦ર૪ લોકસભા ચૂંટણીમાં રાજ્યની રપ લોકસભા બેઠકો પર પ૯.પ૧ ટકા મતદાન થયું છે. ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક સહિત ૧૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ ૯૩ બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું. ગુજરાતની રપ, મહારાષ્ટરની ૧૧, ઉત્તરપ્રદેશની ૧૦, કર્ણાટકની ર૮ માંથી બાકી રહેલી ૧૪, છત્તીસગઢની ૭, બિહારની પ, બંગાળ તેમજ આસામની ૪-૪ અને ગોવાની ર બેઠકો પર મતદાન યોજાયું હતું. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરાનગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્યપ્રદેશની ૯ બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું. શાંતિપૂર્ણ રીતે ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે.

આ વખતે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાનની ટકાવારી પ ટકાથી વધુ ઘટી છે, જ્યારે ર૦૧૯ માં આ બેઠકો પર ૬૭ ટકા મતદાન થયું હતું, જ્યારે આ વખતે માત્ર ૬ર ટકા લોકોએ જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સૌથી વધુ મતદાન આસામમાં ૭પ ટકા અને સૌથી ઓછું મતદાન મહારાષ્ટ્રમાં પ૩.૭ ટકા હતું. ર૦૧૯ ની સરખામણીમાં આ વખતે આસામમાં ૧૦.ર ટકા, બિહારમાં ૪.૯ ટકા, છત્તીસગઢમાં ૪.૦ ટકા, દાદરા અને નગરહવેલીમાં ૧૧.૯ ટકા, ગોવામાં ર.ર ટકા, ગુજરાતમાં ૮.૭ ટકા, કર્ણાટકમાં ર.પ ટકા, મહારાષ્ટ્રમાં ૧૦.ર ટકા હતી, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશમાં તે ૪.ર ટકા, ઉત્તરપ્રદેશમાં ૩.૯ ટકા અને પશ્ચિમ બંગાળમાં ૭.૮ ટકા ઘટ્યો છે.

ત્રીજા તબક્કાની આસામની ધુબરી લોકસભા સીટ પર સૌથી વધુ મતદાન થયું છે. અહીં ૭૯.૭ ટકા લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો, જ્યારે ગુજરાતની અમરેલી સીટ પર માત્ર ૪૬.૧ ટકા લોકો જ મતદાન કરવા ઘરની બહાર આવ્યા હતાં. અત્યાર સુધીના ડેટા અનુસાર આ ત્રણેય તબક્કામાં જોવામાં આવેલી સૌથી મોટી બાબત એ છે કે આ ત્રણેય તબક્કામાં ર૦૧૯ ની સરખામણીમાં મતદાનની ટકાવારી ઓછી રહી છે. ર૦૧૯ માં મતદાનની ટકાવારી વધતા તબક્કા સાથે ઘટી રહી હતી અને આ વખતે પણ તે ઓછી છે. ર૦૧૯ અને ર૦ર૪ વચ્ચેનો તફાવત એ છે કે ર૦૧૯ માં ત્રણ તબક્કામાં ૩૦ર બેઠકો પર મતદાન થયું હતું, જ્યારે આ વખતે ત્રણ તબક્કામાં માત્ર ર૮ર બેઠકો પર જ મતદાન થયું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh