Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ-ત્રણ દિ' બેન્કીગ સેવા ઠપ્પ રહે તે કેમ ચાલે...?
જામનગર તા. ૮: લોકસભાની સામાન્ય ચૂંટણીમાં બેન્ક ઓફ બરોડા, રણજીત રોડ, જામનગર શાખાનો તમામ સ્ટાફ ફાળવી દેવાયો હોવાની છેલ્લા ત્રણ દિવસથી બેંકમાં ગ્રાહકલક્ષી કામગીરી બંધ છે. હકીકતે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થાનું વિચારવું જોઈએ, જેથી ત્રણ-ચાર દિવસ સુધી બેંક સેવા બંધ રહે નહીં.
જામનગરમાં રણજીત રોડ માર્ગ ઉપર સ્થિત બેંક ઓફ બરોડા શાખામાં ત્રણ દિવસથી કામકાજ બંધ હોવાથી બેંક ગ્રાહકો હેરાન-પરેશાન થઈ ગયા છે.
આ અંગે રીજીયોનલ મેનેજરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, બેંક શાખાનો તમામ ચૂંટણી ફરજમાં ફાળવવામાં આવ્યો હોવાથી ગ્રાહકો માટે કામગીરી બંધ હતી. આજે બુધવારે સતત ત્રીજા દિવસે પણ બેંક બંધ છે. કારણ કે ચૂંટણીમાં ગઈકાલે રોકાયેલા સ્ટાફને આજે રજા આપવામાં આવી છે. ચૂંટણી માટે બહુ મોટા સ્ટાફની જરૂરિયાત રહે છે. આથી સરકારની જુદી-જુદી કચેરી, શિક્ષકો, બેંક તથા અન્ય સ્ટાફની મદદ લેવામાં આવે તે જરૂરી છે તેમાં ઈન્કાર થઈ શકે નહીં, પરંતુ થોડો સ્ટાફ જો છોડી દેવામાં આવે તો ગ્રાહકો પરેશાન ન થાય. આ માટે કોઈ-કોઈ વિકલ્પની વિચારણા કરવી જોઈએ. આજના સમયમાં બેંક સેવા પણ ખૂબ જ જરૂરી અને અનિવાર્ય છે. માટે ત્રણ-ત્રણ દિવસ સુધી બેંક સેવા બંધ રહે તે ગ્રાહકોને પોસાય નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial