Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૮: ઓખાને બેટ દ્વારકા સાથે જોડતો સુદર્શન બ્રિજ ચાલુ કરવામાં આવ્યા પછી બ્રિજની મધ્યે પોતાના વાહનો ઉભા રાખી દઈ કેટલાક વ્યક્તિઓ ફોટોગ્રાફી કરતા હોવાના કારણે નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આ મુદ્દે પોલીસ પગલાં ભરી અકસ્માતો નિવારે તેવી માગણી ઉઠી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાથી બેટ દ્વારકાને જોડતો સુદર્શન બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યા પછી આ બ્રિજ પરથી યાત્રાળુઓની અવરજવર દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. તેમાં અકસ્માતોના પણ નાના મોટા બનાવો બની રહ્યા છે.
નવા બ્રિજના ઉદ્ઘાટન પછી તે બ્રિજ પર પોતાનું વાહન રાખી કેટલાક ફોટોપ્રેમી લોકો સેલ્ફી લેવાનો મોહ જતો કરી શકતા નથી તેના કારણે જ અકસ્માતોની સંખ્યા વધી રહી છે. બંને તરફથી મોટર, ટુ વ્હીલર અને ભારે વાહનો મોટી સંખ્યામાં અવરજવર કરી રહ્યા હોય છે ત્યારે બ્રિજ પર, અધવચાળે પોતાનું વાહન થંભાવી કેટલાક વ્યક્તિઓ ફોટોગ્રાફી કરતા અને સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે. તેઓના વાહનના કારણે થતી અડચણના કારણે અકસ્માતની સંખ્યા વધી રહી છે.
કોઈ પ્રાણઘાતક અકસ્માત બને તે પહેલાં આ પ્રકારના ફોટો પ્રેમી લોકોને અટકાવવામાં આવે અને પોલીસ ચાંપતા પગલાં ભરે તેવી માગણી ઉઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial