Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બે આસામીને ચેક પરત કેસમાં એક-એક વર્ષની કેદની સજા

બંનેને ચેકની રકમ મુજબનો દંડ ભરવા આદેશઃ

જામનગર તા. ૮: જામનગરની એક સોસાયટીએ એક સભાસદ સામે ચેક પરત ફર્યાની કરેલી ફરિયાદમાં અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા ફટકારી છે. જ્યારે અન્ય એક આસામીને પણ ચેક પરતના કેસમાં એક વર્ષની કેદની સજા આપવામાં આવી છે. બંનેને ચેકની રકમ મુજબનો દંડ ભરવા આદેશ કરાયો છે.

જામનગરની વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપ. સોસાયટીના સભાસદ ઠેબા ગામના ગોવિંદભાઈ જીવાભાઈ ઝાપડાએ સોસાયટી પાસેથી લોન મેળવ્યા પછી તેની પરત ચૂકવણી માટે રૃા.૨,૧૮,૮૫૧ નો ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફર્યાે હતો.

ઉપરોક્ત આસામીને સોસાયટીએ નોટીસ પાઠવ્યા પછી પણ લેણું ભરપાઈ કરવામાં ન આવતા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી ગોવિંદભાઈ જીવાભાઈને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. સોસાયટી તરફથી વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એમ. ધામેલીયા, જયદીપ સિંહ જાડેજા રોકાયા હતા.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં ગણેશવાસમાં રહેતા શામજીભાઈ દામજીભાઈ વાઘેલાએ રૃા.૧ લાખ પોતાના મિત્ર હિતેશ તુલસીદાસ વિધાણી પાસેથી હાથઉછીના મેળવી ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી ૫રત ફર્યાે હતો. નોટીસ પાઠવ્યા પછી હિતેશભાઈએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી શામજીભાઈ દામજીભાઈ વાઘેલાને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને રૃા.૧ લાખનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ એક મહિનાની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. સજાના હુકમ સમયે આરોપી હાજર ન હોવાથી તેની સામે વોરંટ કાઢવામાં આવ્યું છે. ફરિયાદી તરફથી વકીલ અશ્વિન બારડ, રોનક જોગલ, મિતુલ મલકાણ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh