Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તારાઓની ટ્રેન જેવું દુર્લભ દૃશ્ય માણી શકાશે
જામનગર તા.૮: નગરજનોને આજે આકાશમાં સેટેલાઈટનું સુંદર દૃશ્ય દેખાશે. ક્યારેક આકાશમાં તારાઓ ગતિ કરતા જોવા મળે છે, ખરેખર તો તે તારાઓ નથી, પણ પૃથ્વી પરથી જુદા-જુદા હેતુઓ માટે પૃથ્વીની ભ્રમણકક્ષામાં તરતા મૂકવામાં આવેલા કૃત્રિમ ઉપગ્રહો છે. જે ક્યારેક આપણા આકાશમાં લાઈનમાં દૃશ્યમાન થાય છે.
તા. ૮ મે ના રાત્રે ૮-૧૫ કલાકે ટ્રેન જતી હોય તેમ એકસાથે સેટેલાઈટની હારમાળા દેખાશે. આવું દૃશ્ય ભાગ્યે જ દેખાય છે. એટલે આ ઘટના માણવા જેવી હોય છે. રાત્રિએ ૮-૧૫ કલાકે ઉત્તર પશ્ચિમમાં ઉગી, મધ્ય આકાશમાં આવી, દક્ષિણ-પૂર્વ દિશામાં ચાર મિનિટ બાદ અસ્ત પામશે. આ દૃશ્યને ટેલિસ્કોપ અથવા દૂરબીન વગર નરી આંખે જોઈ શકાશે
આપણા સંચાર માધ્યમોને જેની વધુ જરૂર પડે છે તે, ઈન્ટરનેટ સેવાને વધુ વેગ આપવા વિશ્વની જુદી-જુદી કંપનીઓ આવા સેટેલાઈટ અવકાશમાં મોકલતી હોય છે.
આવા સ્ટારલિંક સેટેલાઈટ અમેરિકાની સ્પેસએક્સ મારફતે મોકલવામાં આવે છે. સૌરાષ્ટ્રના અન્ય શહેરો માટે સમયમાં થોડો ફેરફાર હોઈ શકે. આ સેટેલાઈટનું મેગ્નીટ્યુડ ૧.૮ હોવાથી લાઈટ અને પોલ્યુશન વગરના આકાશમાં સારી રીતે જોઈ શકાશે, તેમ ખગોળ મંડળ જામનગરના સંયોજક કિરીટ શાહે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial