Advertisement
Author: નોબત સમાચાર

કોલવા ગામના વૃદ્ધના બાઈક સાથે કાર ટકરાઈઃ ઈજાગ્રસ્તને જામનગર ખસેડાયા

મોટરચાલક સામે પોલીસમાં ફરિયાદની તજવીજઃ

જામનગર તા. ૮: દેવભૂમિ દ્વારકાના કોલવા ગામના એક વૃદ્ધ ગઈકાલે પોતાના મોટર સાયકલ પર જતા હતા ત્યારે તેઓને મોટરે ઠોકર મારી દેતાં ગંભીર ઈજા પામેલા આ વૃદ્ધને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોલવા ગામમાં રહેતા કાનાભાઈ દેવાભાઈ નંદાણીયા નામના બ્યાંસી વર્ષના વૃદ્ધ ગઈકાલે પોતાના મોટરસાયકલ પર જતા હતા. આ વૃદ્ધને એક મોટરે ઠોકર મારી દેતાં મોટરસાયકલ પરથી ફંગોળાઈ ગયેલા કાનાભાઈને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ છે. તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. અકસ્માતની પોલીસમાં ફરિયાદ કરવાની તજવીજ કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh