Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સામાન્ય સભામાં ગત્ વર્ષના હિસાબો બહાલઃ વર્ષ ર૦ર૪-રપ માટે ચૂંટણીપ્રક્રિયા સંપન્ન
જામનગર તા. ૮: જામનગર શહેરના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાની એકમાત્ર સંસ્થા જામનગર પત્રકાર મંડળના નવા વર્ષના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ પહેલા કારોબારી સમિતિના ૧પ સભ્યો માટેની ચૂંટણી કરવામાં આવી હતી.
જામનગર પત્રકાર મંડળના વર્ષ ર૦ર૪-રપ માટેના હોદ્દેદારોની વરણી માટે કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં પ્રમુખ તરીકે સતત બીજા વર્ષ માટે ગિરીશભાઈ વી. ગણાત્રાની વરણી સર્વાનુમતે થઈ છે. આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે વિજયભાઈ ડી. કોટેચા, ખજાનચી તરીકે જગતભાઈ રાવલ, માનદ્મંત્રી તરીકે સંજયભાઈ એમ. જાની, અને તેમજ સહમંત્રી તરીકે સંજયભાઈ આઈ. જાની સર્વાનુમતે વરાયા હતાં. આ પહેલા કારોબારી સમિતિના ૧પ સભ્યો માટે ચૂંટણી પ્રક્રિયા થઈ હતી,જેમાં સર્વશ્રી ગિરીશભાઈ ગણાત્રા, વિજયભાઈ કોટેચા, સંજયભાઈ એમ. જાની, સંજયભાઈ આઈ. જાની, જગત રાવલ, મુકુંદભાઈ બદિયાણી, સુચિત બારડ, પરેશ ફલિયા, અનિલ ગોહિલ, કિંજલ કારસરિયા, દિપક લાંબા, ધર્મેન્દ્ર (ભરત) રાવલ, ડોલર રાવલ, ધર્મેશ રાવલ અને હિરેન ત્રિવેદી ચૂંટાઈ આવ્યા હતાં.
કારોબારી સમિતિ માટે ૧૭ ઉમેદવારો હતાં. આ માટેની ચૂંટણી પ્રક્રિયા ચૂંટણી અધિકારી પરેશ સારડાએ કરી હતી. પત્રકાર મંડળની ચૂંટણી માટેની સામાન્ય સભામાં ગત્ વર્ષના હિસાબોને સર્વાનુમત્તે બહાલી આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial