Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા શહેરમાં શાંતિપૂર્ણરીતે પ૧ ટકા મતદાન
દ્વારકા તા. ૮: લોકસભાની ચૂંટણી અંતર્ગત દ્વારકા શહેરમાં એકંદરે પ૧ ટકા જેટલું મતદાન થયું હતું.
સવારે મતદાનના પ્રારંભે જ દ્વારકાધીશજીના જયઘોષ સાથે સાધુ-સંતો, બ્રાહ્મણો તેમજ રઘુવંશીઓએ મતદાન કર્યું હતું.
દ્વારકા શહેરમાં ૩ર હજાર મતદારોમાંથી ૧૬,૭૦૦ મતદાતાઓએ મતદાન કરતા અંદાજે પ૧ ટકા મતદાન કોઈપણ જાતના અનિચ્છનિય બનાવ વગર શાંતિથી થયું હતું.
અતિશય ગરમીના વાતાવરણમાં ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ બુજડ, રવિભાઈ બારાઈ, પરેશભાઈ ઝાખરિયા, અક્ષય બારાઈ, રમેશભાઈ હેરમા, ભાવેશ વિઠ્ઠલાણી, જ્યોતિબેન સામાણી, વોર્ડ પ્રમુખો, પેઈજ પ્રમુખોએ વધુ મતદાન થાય તે માટે ભારે જહેમત ઊઠાવી હતી. દ્વારકાના ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિના અને સ્વતંત્ર્ય સેનાનીના પત્ની મનોરમાબેન (ઉ.વ. ૯પ) એ વ્હીલ ચેરમાં આવીને મતદાન કર્યું હતું. દ્વારકાધીશજીની યજમાનવૃત્તિ કરતા ગુગળી બ્રાહ્મણો, સાધુ-સંતો, રઘુવંશી સમાજ સહિતના મતદાતાઓએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.
ધારાસભ્ય પબુભા માણેકે ઓખામાં મતદાન કર્યું હતું. તેમણે દેશમાં ભાજપને ૪૦૭ બેઠકો મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
દ્વારકા નજીક રૂપેણ બંદરના મુસ્લિમો દ્વારા પણ સારૂ મતદાન થયું હતું.
રાજકીય ગણત્રીઓના અંદાજ પ્રમાણે ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને દ્વારકા શહેરમાંથી ૧૦ હજારથી વધુ મતોની સરસાઈ મળવાની ધારણા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial