Advertisement
Author: નોબત સમાચાર

એર ઈન્ડિયા એક્સપ્રેસની એક સાથે ૭૦ ફ્લાઈટ રદ્દ થતાં મુસાફરો અટવાયા

મોટી સંખ્યામાં ક્રુ મેમ્બરોએ સીકલીવ લેતાં

નવી દિલ્હી તા. ૮: એર ઈન્ડિયા એક્સપ્રેસની એક ઝાટકે ૭૦ ફ્લાઈટો રદ્દ થતા યાત્રી અટવાયા છે. મોટી સંખ્યામાં ક્રુ મેમ્બર માંદા પડી જતાં સીકલીવ મૂકી હોવાનું જાણવા મળી રહ્યું છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની ૭૦થી વધુ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ફલાઈટ રદ્દ કરી દેવામાં આવી છે. અચાનક આવું મોટું પગલું ભરવામાં આવતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. એક સિનિયર ક્રુ મેમ્બરે આપેલી માહિતી અનુસાર મોટી સંખ્યામાં એર ઈન્ડિયા એક્સપ્રેસના ક્રુ મેમ્બર્સે અચાનક સીકલીવ લઈ લેતા આવી સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે અનેક ફલાઈટો મોડી પડી છે તો અનેકને રદ્દ કરવાની ફરજ પડી હતી. સિવિલ એવિએશન ઓથોરીટીએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

આ મામલે એક નિવેદન જાહેર કરતા એરલાઈન્સે કહ્યું કે કેબીન ક્રુનો એક મોટો વર્ગ છેલ્લી ઘડીએ બીમાર પડી ગયો છે જેના લીધે ફલાઈટો મોડી પડી રહી છે. અમે કારણ સમજવા માટે ક્રુ મેમ્બર્સ સાથે વાતચીત કરી રહ્યા છીએ.

જે મુસાફરોએ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને કુલ રીફંડ કરાશે કે પછી તેમને કોઈ અન્ય તારીખ પર તેમની યાત્રાને રીશીડયુલ કરવાની તક આપવામાં આવશે. એર ઈન્ડિયા એક્સપ્રેસે તેના યાત્રીઓને સલાહ પણ આપી છે કે તેઓ એરપોર્ટ જતા પહેલા તેમની ફલાઈટ્સના સ્ટેટસ ચેક કરી લે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh